સેવાભાવી મહારુદ્ર હનુમાન સંસ્થા આદિવાસી બાળકોને કપડાં અને મિઠાઇનું કરશે વિતરણ

વડોદરાઃ દિવાળીમાં દરેક લોકો પોતાની પરિસ્થિતિ પ્રમાણે કપડાં અને મિઠાઈ ખરીદીને ઉજવણી કરતા હોય છે. પણ આંતરિયાળ ગામોનાં કેટલાંય લોકો એવાં છે કે, તેમની પાસે પુરતા નાણાં ન હોવાંથી પોતાનાં બાળકોને દિવાળીની ભેટ આપી શકતા નથી. આવા ગરીબ અને આદિવાસી પરિવારોનાં બાળકો દિવાળી સારી રીતે ઉજવી શકે તે માટે વડોદરાની મહારુદ્ર હનુમાન સંસ્થા છેલ્લાં ૧૫ વર્ષથી કાર્યરત છે.

આ સંસ્થા વનવાસી વિસ્તારમાં આવેલી આશ્રમશાળાનાં 1500 જેટલાં બાળકોની કાળજી લે છે અને શહેરી વિસ્તારમાં જેવી રીતે બાળકો દિવાળી ઉજવે છે તેવી રીતે આ બાળકો પણ દિવાળી ઊજવી શકે તે માટે સમાજમાંથી દાન મેળવીને 1500 જેટલાં બાળકોને મિઠાઈ અને કપડાનું વિતરણ કરે છે.

You might also like