ચારધામ યાત્રા શરૂ, જાણો તેને લગતી તમામ માહિતી

અક્ષય તૃતીયાના દિવસે ગંગોલી અને યમુનોત્રી મંદિરના કપાટ ખુલ્યા જ્યારે 29 એપ્રિલ રવિવારે અને 30 એપ્રિલ સોમવારે કેદારનાથ અને બદ્રીનાથના કપાટ ખુલવાની સાથે જ જ ઉત્તરાખંડની ચારધામ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. જો તમે ચારધામની યાત્રા કરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો. તો તમારે આ યાત્રાને લગતી કેટલીક માહિતીની જાણકારી મેળવી લેવી જોઈએ, જેથી તમને કોઈ મુશ્કેલી ન પડે.

યમુનોત્રીમાં પહેલો પડાવ:


યમુનોત્રીને ચારધામ યાત્રાનો પહેલો પડાવ કહેવામાં આવે છે. અહીં યમુનાનું પહાડી શૈલીમાં બનેલું સુંદર મંદિર છે અને તેની બાજુમાં જ નદીનો પ્રવાહ પસાર થાય છે. યમુનોત્રી પહોંચવા માટે તમારે દિલ્હીથી દેહરાદૂન અથવા ઋષિકેશ સુધી હવાઈ મુસાફરી અથવા રેલ મુસાફરી દ્વારા પહોંચી શકો છો.

ગંગોત્રી છે બીજો પડાવ:


ચારધામની યાત્રાનો બીજો પડાવ ગંગોત્રી છે. યમુનોત્રીના દર્શન કરી તીર્થયાત્રી ગંગોત્રીમાં ગંગામાતાની પૂજા માટે પહોંચે છે. ગંગાનું પ્રાકૃતિક સ્ત્રોત્ર ગોમુખ ગ્લેશિયર ગંગોત્રીથી 18 કિમી દૂર છે. યમુનોત્રીથી ગંગોત્રી સુધીનો રોડમાર્ગ 219 કિલોમીટર છે જ્યારે ઋષિકેષથી ગંગોત્રીનું અંતર 265 કિલોમીટર છે.

ત્રીજો પડાવ કેદારનાથ:


ચાર ધામ યાત્રાનું ત્રીજું ધામ કેદારનાથ છે. ઊંચા પવર્ત અને હજારો ફૂટની ઊંડી ખાઈની વચ્ચે ગૌરીકૂંડથી કેદારનાથનું 22 કિલોમીટરનું ચડાણ શરૂ થાય છે. વર્ષ 2013 ની કુદરતી આપત્તિ પહેલા આ અંતર ફક્ત 14 કિલોમીટર હતું, પરંતુ હોનારતે કેદારનાથની ભૂગોળ બદલી નાખી છે. માન્યતા છે કે જ્યારે પાંડવ ગૌત્ર હત્યાના પાપથી મુક્તિ પામવા માટે હિમાલય પર ભટકી રહ્યા હતા ત્યારે જાતે ભગવાન કેદારનાથે પાંડવોને દર્શન આપીને ગૌત્ર હત્યાના પાપમાંથી મુક્તિ અપાવી હતી.

અંતિમ પડાવ બદ્રીનાથ:


ચમોલી જિલ્લામાં 3133 મીટરની ઊંચાઈ પર ચાર ધામ યાત્રાનો ચોથો અને છેલ્લો પડાવ બદ્રીનાથ ધામ છે. ગૌરીકુંડથી બદરીનાથ 229 કિલોમીટર દૂર છે. અહીંથી બદરીનાથ જવાના બે માર્ગ છે. એક કેદારનાથથી રુદ્રપ્રયાગ થઇને 243 કિલોમીટર દૂર બદરીનાથ જવું અથવા તો બીજો માર્ગ ઉખીમઠ થઈને 230 કિલોમીટરનું અંતર કાપી ત્યાં પહોંચવું.

ચારધામની યાત્રા માટેનો યોગ્ય સમય:
સામાન્ય રીતે ચારધામની યાત્રા દર વર્ષે એપ્રિલ મહિનામાં શરૂ થાય છે અને ઓક્ટોબર નવેમ્બરમાં પૂર્ણ થઈ જાય છે. સપ્ટેમ્બર મહિનામાં ભારે ધસારો રહે છે. કેમ કે જૂન અને ઓગસ્ટ મહિનામાં આ વિસ્તારોમાં ભારે વરસાદ પડે છે, જેના કારણે યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સપ્ટેમ્બર ચારધામની યાત્રા કરવા માટેનો બેસ્ટ સમય છે કેમ કે વરસાદ બાદ ઘાટીમાં એકદમ સાફ અને ફ્રેશ હોય છે. ચારેય બાજુ હરિયાળી જોવા મળ છે.

યાત્રા દરમિયાન આ બાબતોનું રાખો ધ્યાન:
-ચારધામની જ નહીં કોઈ પણ યાત્રા દરમિયાન જરૂરી દાવાઓ હંમેશા સાથે રાખવી.
– આ ઉપરાંત નાની નાની બિમારીઓ જેમ કે પેટમાં દુખાવો, ઉલટી, માથાનો દુખાવો, તાવ ઉપરાંત પેઈન રિલીઝની દવાઓ પણ સાથે રાખવી.
-યાત્રા દરમિયાન ગરમ કપડા અને ઊનના કપડા હંમેશા સાથે રાખવા કેમ કે આ વિસ્તારમાં વાતાવરણ ઠંડુ રહે છે.
– ટોર્ચ પણ સાથે રાખો

You might also like