ચારધામ યાત્રા પર અાવનાર યાત્રીઅોને અનોખી ભેટ મળશે

દહેરાદૂન: ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રા પર અાવનાર યાત્રીઅોને રાજ્ય સરકાર તરફથી ભેટ-સોગાદ અાપવાની તૈયારીઅો ચાલી રહી છે. તેની શરૂઅાત થઈ રહી છે ૧૨ જ્યોતિર્લિંગોમાંના એક કેદારધામથી. બાબા કેદારનાં દર્શન ઉપરાંત યાત્રીઅોને એક ભેટ પણ અાપવામાં અાવશે જેમાં કેદારનાથ ધામની પવિત્ર માટી, ફોટો અને રુદ્રાક્ષની માળા હશે.

શ્રદ્ધાળુઅો તેમની યાત્રાને યાદગાર બનાવી શકે તે માટે રાજ્ય સરકારોઅે અા ભેટ અાપવાનું નક્કી કર્યું છે. શ્રી બદરીકેદાર મંદિર સમિતીના સહયોગથી ચાલનારી અા ચળવળને ધીરે ધીરે બદરીનાથ, ગંગોત્રી અને યમુનૌત્રી ધામમાં પણ અમલમાં લવાશે. યાત્રીઅોને યાદગીરીના રૂપમાં બીજું શું અાપી શકાય તેની ચર્ચાઅો પણ ચાલી રહી છે.
જમ્મુ-કાશ્મીરમાં જે પ્રકારે માતા વૈષ્ણોદેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઅોને પ્રસાદના રૂપમાં માતાનો ફોટોવાળો સિક્કો અાપવામાં અાવે છે તેવી યોજના ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે અમલમાં મુકાશે. રાજ્યના મુખ્યપ્રધાન ત્રિવેન્દસિંહ રાવતે પણ તેમાં ખાસ્સો રસ દાખવ્યો છે.

ઉખી મઠના અોમકારેશ્વર મંદિરમાં છ મહિના સુધીના શીતકાલીન પ્રવાસ બાદ બાબા કેદારની ઉત્સવ ડોલી કેદારનાથ પહોંચી ગયા બાદ ગઈકાલે સવારે શ્રદ્ધાળુઅો માટે ધામના કપાટ ખોલી નાખવામાં અાવ્યાં છે.
http://sambhaavnews.com/

You might also like