કેદારનાથ, ગંગોત્રી-યમનોત્રીનાં કપાટ ખૂલ્યાં: ચાર ધામ યાત્રાનો આરંભ

દહેરાદૂન: આજે અક્ષય તૃતીયા નિમિત્તે ગંગોત્રી, યમનોત્રી અને કેદારનાથનાં કપાટ શ્રદ્ધાળુઓ માટે ખૂલી ગયાં છે. આ સાથે દેવભૂમિ ગઢવાલ હિમાલયની સુપ્રસદિ્ધ વાર્ષિક ચાર ધામ યાત્રાનો વિધિવત શ્રી ગણેશ થઇ ચૂકયાં છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ગંગાના શીતકાલીન પ્રવાસ સ્થળ મુખબાથી ગંગાની ડોલી ગંગોત્રી માટે રવાના થઇ હતી અને બાબા કેદારની ઉત્સવ ડોલી રવિવારે સાંજે જ કેદારનાથ પહોંચી ગઇ હતી. આ ઉપરાંત યમુનાની ડોલી આજે સવારે યમુનાના શીતકાલીન પ્રવાસ સ્થળ ખરસાલીથી યમનોત્રી માટે રવાના થઇને યમનોત્રી પહોંચી ગઇ હતી.

ઉત્તર કાશી જિલ્લામાં ૧૦,૦૦૦ ફૂટથી વધુની ઊંચાઇએ આવેલા ગંગોત્રી અને યમનોત્રી મંદરિ તથા રુદ્રપ્રયાગ જિલ્લામાં ૧૧,૦૦૦ ફૂટની ઊંચાઇએ આવેલા કેદારનાથ મંદરિના કપાટ ખોલી દેવામાં આવ્યા હતા. શિયાળામાં છ મહિના સુધી બંધ રહ્યા બાદ આ યાત્રાધામોના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવતા શ્રદ્ધાળુઓમાં ભારે ધાર્મિક ઉત્સવ અને ઉમંગ જોવા મળ્યો હતો.

રવિવાર સવારથી જ બાબા કેદારના જયઘોષ સાથે ઉત્સવ ડોલી ગૌરીકુંડથી કેદારનાથ જવા રવાના થઇ હતી. કુમાઉ રેજિમેન્ટના બેન્ડની ધૂન પર ભકિતભાવ સાથે શ્રદ્ધાળુઓનો એક જથ્થો આગળ વધ્યો હતો અને કેદારનાથમાં રાત્રિ વિશ્રામ બાદ સવારે શુભ લગ્નાનુસાર સવારે ૬-૦૦ વાગ્યે વિધિ વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ડોલી મંદરિમાં પ્રવેશી હતી.

You might also like