ઓહાયોની રેલીમાં ટ્રમ્પ પર હૂમલાનાં પ્રયાસ બાદ ટ્રમ્પે સભા છોડી

વોશિંગ્ટન : અમેરિકાનાં ઓહાયોમાં ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં એક વ્યક્તિએ તેનાં પર હૂમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેનાં કારણે ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જો કે તે ટ્રમ્સ સુધી પહોંચે તે પહેલા જ પોલીસે તેને ઝડપી લીધો હતો. ભારે જહેમત બાદ ટ્રમ્પની ભીડની બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે યુવાને હજી સુધી હૂમલો કેમ કર્યો તે કારણ જાણી શકાયું નથી. હૂમલાખોરની હાલ ઓહાયો પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી રહી છે.

ટ્રમ્પ અમેરિકાનાં પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીનાં ઉમેદવાર છે. ઉપરાંત હાલ રાષ્ટ્રપતિની રેસમાં પણ સૌથી આગળ છે. આ દરમિયાન પ્રેસિડેન્ટ બરાક ઓબામાંએ ઉમેદવારોને જામેલી હોડમાં રહેલા ઉમેદવારોને તંગદીલી વધે તેવા ભાષણો નહી આપવા માટે અપીલ કરી છે. ઓબામાએ ટેક્સાસનાં ઓસ્ટિન શહેરમાં ટ્રમ્પનાં બહાને રિપબ્લિકન પાર્ટીની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે અમે પરેશાન છીએ કે કોઇ ઇમિગ્રન્ટની તો કોઇ મુસ્લિમોની વિરુદ્ધ લોકોની લાગણીઓ ભડકાવી રહ્યું છે.

જો કે ઓબામાએ કહ્યું કે પરેશાન થવાની જરૂર નથી. વાસ્તવમાં ટ્રમ્પ એ જ વ્યક્તિ છે કે જેણે મારો જન્મ કેન્યામાં થયો હોવાનો દાવો કર્યો હતો. ઓબામાએ ઉમેદવારોને અપીલ કરતા કહ્યું કે ઉમેદવારો કોઇ પણ હકીકતને તોડી મરોડીને પોતાની રીતે મનઘડંત રીતે રજુ ને કરે. તેમજ વંશીય અને ધાર્મિક મુદ્દાઓ પર ટીપ્પણી કરવાનું ટાળે. મિસૌરીનાં કેન્સાસ સિટીમાં પણ ટ્રમ્પનો વિરોધ કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ એ સભા સંબોધી રહ્યા હતા ત્યારે પ્રદર્શન કર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

You might also like