બંધ થશે કપિલનો નવો શો? ચેનલે બોલાવી મીટીંગ

કપિલ શર્માનું નામ આજ કાલ ઘણાં વિવાદોથી ઘેરાયેલું છે. એનો નવો શો, ફેમિલી ટાઈમ વીથ કપિલે ખૂબ ધીમી શરૂઆત કરી છે. આ શો જોયા બાદ, પ્રેક્ષકોને પસંદ પડ્યું ન હતી પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ શોના 3 જ એપિસોડ પછી, ચોથા એપિસોડને શનિવાર રાત્રે પ્રસારિત કરવામાં આવ્યો નથી.

શોના ટેલિકાસ્ટ ન થયો કારણ કે નવા એપિસોડ્સનું શૂટિંગ થયું જ ન હતું. મીડિયા રિપોર્ટ મુજબ, કપિલ તેના ટ્વિટર વોરમાં વ્યસ્ત હતો.

રાની મુખર્જીના શૂટને રદ કર્યા પછી, હાસ્ય કલાકારે પ્રોડક્શન હાઉસ સાથે કોઈ કોનટેક્ટ રાખ્યો નથી.

રિપોર્ટ અનુસાર, ફેમિલી ટાઈમ વીથ કપિલ શોના નિર્માતા કપિલના નવા શો માટે મીટીંગ રાખી છે. આ મીટિંગ કપિલના નવા શોના ફ્યુચર વિશે છે.

તાજેતરમાં, કપિલે પત્રકાર અને એક્સ ગર્લફ્રેન્ડ સામે FIR નોંધાવી છે.

ભૂતકાળમાં, કપિલ શર્માએ પત્રકારને વિરુદ્ધ વાંધાજનક ટ્વીટ્સ કરી હતી. એટલું જ નહીં, કોમેડી કિંગ કપિસ શર્માનો એક વિડિઓ પણ રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં કપિલ ગાળો આપતો નજરે પડે છે.

કપિલની આ ટ્વીટ્સ પર, તેની કો-સ્ટાર નેહાનું કહેવું છે કે, તે ટ્વીટ્સ વાંધાજનક હતા પરંતુ કોઇને તેની પાછળની વાર્તા ખબર નથી કે તે સાચુ બોલા છે અથવા તેની પાછળ તેનો કોઈ હેતુ છે. આપણે હંમેશા કોઈની પ્રતિક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ પરંતુ તેના કારણ પર ક્યારેય ધ્યાન આપતા નથી. દરેક માણસ તે વ્યક્તિ પર આંગળી ચિંધે છે પરંતુ કોઈએ એવું શા માટે કર્યું તે સમજવા તૈયાર નથી.

ત્યાં જ કપિલના વર્તન પર તેની એક્સ ગર્લફ્રેન્ડ પ્રિતીનું કહેવું છે કે કપિલની માનસિક સ્થિતિ સારી નથી. તેને સુઅસાઈડની વિચારો આવે છે.

You might also like