બદલાતી શિફટમાં કામ કરનારને ટાઈપ ટુ ડાયાબિટીસ થવાનું જોખમ

વોશિંગ્ટન: મહિનામાં નિયમિત સમયની એટલે કે નવથી પાંચની નોકરી કરનારા લોકો કરતાં બદલાતી શિફટમાં કામ કરતાં લોકોને ટાઇપ-ટુ પ્રકારનો ડાયાબિટીસ થવાની સંભાવના ઘણી વધી જાય છે. આખા મહિનામાં શિફટ બદલાતી રહે છે. એને કારણે શરીરની સૂવા-ઊઠવા અને કામ કરવાની એમ રિધમ સેટ નથી થતી જેને કારણે તમામ બિન તંદુરસ્ત આદતો પડતી જાય છે. અને પરિણામે ટાઇપ-ટુ ડાયાબિટીસનું જોખમ વધે છે.

અમેરિકાના બોસ્ટનમાં આવેલી બિગહેમ એન્ડ વિમેન્સ હોસ્પિટલના સાયન્ટિસ્ટોનું કહેવું છે કે ડાયાબિટીસ મોટાભાગે જિનેટિકલી આગળ વધતી સમસ્યા છે. જોકે જે લોકો શિફટમાં કામ કરે છે. તેમને જિનેટિકલી જોખમ ન હોય તો પણ ડાયાબિટીસ થવાની સંભાવના વધી જાય છે. અભ્યાસકર્તાઓએ શિફટમાં કામ કરતા ૨,૭૦,૦૦૦ લોકોનો અભ્યાસ કર્યા હતો. તેમાંથી ૭૦,૦૦૦ લોકોને ડાયાબિટીસનું જિનેટિકલ જોખમ હતું.

You might also like