30ની ઉંમર બાદ થતાં આ ફેરફારોને ignore ના કરે પુરુષો

મહિલાઓની જેમ પુરુષોમાં પણ ઉંમરની સાથે સાથે ઘણા પ્રકારના ફેરફાર થાય છે. કેટલાક લોકો આ ફેરફારની અદેખાઇ કરી દે છે જેના કારણે એમને ઘણા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. પરંતુ યોગા અને એક્સરસાઇઝ કરીને એનાથી છુટકારો મેળવી શકાય છે. ચલો તો અત્યારે જાણીએ આ ફેરફારો માટે.

30 વર્ષની ઉંમર બાદ પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધી જાય છે. એમાં પેશાબ કરતી વખતે દુખાવો, રાતે વધારે પેશાબ આવવા જેવી સમસ્યા થાય છે. જો આ લક્ષણ જોવા મળે તો એને ઇગ્નોર કરશો નહીં અને ડોક્ટરવે દેખાડો.

પુરુષોનું પાચનતંત્ર ગડબડ થવા લાગે છે જેના કારણે જમવાનું પચતું નથી. સાથે શરીરમાં કેલરી બર્ન કરવાનું પણ ઓછું કરી દે છે. એ કારણે મેદસ્વિતા વધવા લાગે છે. એના માટે એમને દરરોજ એક્સરસાઇઝ કરવી જોઇએ અને ફાસ્ટફૂડથી દૂર રહેવું જોઇએ.

30 વર્ષ બાદ માંસપેશિઓ સંકોચાવવા લાગે છે. એ પહેલા જેવી લચીલી રહેતી નથી. એવામાં માંસપેશિઓના દુખાવામાં સમસ્યા થાય છે. એના માટે જરૂરી છે કે અત્યારથી તમે એક્સરસાઇજ અને યોગા કરવાનું શરૂ કરી દો.

ઉંમર સાથે સાથે હાડકાં નબળાં થવા લાગે છે. એવામાં તમારે ખાવામાં કેલ્શિયમ અને વિટામીન ડીનું ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થવો જોઇએ અને સમયાંતરે શરીરનું ચેકઅપ કરાવતાં રહેવું જોઇએ.

મેદસ્વિતાના કારણે શરીરમાં ખરાબ કેલેસ્ટ્રોલ જામવા લાગે છે અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી જાય છે. એની સાથે જ હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા પણ પેદા થાય છે.

30 પાર કર્યા બાદ પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન ઓછું થવા લાગે છે. આ સેક્સ હોર્મોન હોય છે. એના કારણે પુરુષોમાં તણાવની સ્થિતિ પેદા થઇ જાય છે.

visit: http://sambhaavnews.com/

You might also like