નોકરી બદલો તો જૂની કંપની પાસેથી ફોર્મ-16 મેળવવું પડશે

મુંબઇ: જો આપ નોકરી કરો છો અને પાછલા નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં નોકરી બદલી છે તો જૂની સંસ્થા પાસેથી ફોર્મ નં. ૧૬ મેળવવું પડશે. તેના વગર ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ થઇ શકશે નહીં. નોંધનીય છે કે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઇ છે.

ઇન્કમટેક્સ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં નોકરિયાત વર્ગે તેની નોકરી બદલી હોય તો જૂની કંપની પાસેથી અને નવી કંપની પાસેથી એમ બંને પાસેથી ફોર્મ નં. ૧૬ મેળવવું પડશે. તેના વગર ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ નહીં થઇ શકે.

નોંધનીય છે કે ફોર્મ નં. ૧૬માં કર્મચારીની તમામ વિગત હોય છે, જેમાં પગાર સહિત ભથ્થાં તથા ટેક્સનું કેટલું ચુકવણું કરવાનું થાય છે તેની વિગતો પણ હોય છે. એટલું જ નહીં કંપની કેટલું ઇન્કમટેક્સ પર ટીડીએસ કાપે છે તેની વિગતો પણ ફોર્મ-૧૬માં હોય છે. નોંધનીય છે કે ઇન્કમટેક્સ રિટર્ન એ ઇન્કમનું પ્રૂફ છે.

You might also like