ચણાની ભાજી ખાવો હેલ્ધી રહો

સામગ્રીઃ

250 ગ્રામ ચણાની ભાજી

2 કપ મકાઇ અથવા બાજરીનો લોટ

3 લીલા મરચા

1 નાની ચમચી આદુની પેસ્ટ

2 ટામેટા

1 મોટી ચમચી તેલ કે ઘી

ચપટી હિંગ

½ ચમચી જીરૂ

મીઠું સ્વાદ અનુસાર

¼ ચમચી લાલ મરચું

¼ ચમચી ગરમ મસાલો

બનાવવાની રીતઃ ચણાની ભાજીના મુલાયમ પત્તાને તોડીને અલગ કરો. પત્તાને ચોખ્ખા પાણીમાં બરોબર સાફ કરીને બારીક સમારી લો. હવે લીલા મરચાં, આદુ અને ટામેટાને બારીક સમારી કટ કરી લો. હવે કટ કરેલી ભાજીને ગરમ પાણીમાં બાફીલો અને કપડાંમાં તેને નીતારી લો. હવે બાફેલા પત્તાને મિક્ચરમાં ક્રશ કરી લો. એક પેનમાં થોડુ તેલ અને ઘી એડ કરો. હવે તેમાં મકાઇનો કે બાજરીનો લોટ એક કપ પાણી સાથે એડ કરીને મિક્સ કરો તેમાં મીઠું અને લાલ મરચું એડ કરો. મિશ્રણ ઉકળવા લાગે એટલે તમામ સબજીને મિશ્રણમાં એડ કરીને ધીમી આંચ પર 8થી 10 મિનિટ ચડવા દો. હવે એક પેનમાં ઘી કે તેલ ગરમ કરો. ઘી તેલ ગરમ થઇ જાય એટલે તેમાં હીંગ, જીરૂ એડ કરો, લીલા મરચાં, આદુ અને ટામેટા તેમાં એડ કરીને મસાલો બનાવો. ટામેટા નરમ થઇ જાય અને તમામ મસાલા ચઢી જાય પછી ભાજીનું મિશ્રણ મિક્સ કરો . તૈયાર ચણાની ભાજીને રોટી કે ભાત સાથે સર્વ કરો.

 

You might also like