કાળા નાણા મુદ્દે નાયડૂ અને જગનનો ઝગડો મોદી દરબારમાં પહોંચ્યો

અમરાવતી : આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડૂ અને વિપક્ષનાં નેતા વાઇ. એશ જગમોહન રેડ્ડી વચ્ચે કાળા ધન મુદ્દે થઇ રહેલો ઝગડો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં દરબારમાં પહોંચ્યો છે. બંન્ને નેતાઓએ બ્લેક મની મુદ્દે વડાપ્રધાન મોદીને અલગ અલગ પત્ર લખ્યો છે. જગને તેવા સમયે વડાપ્રધાનને પત્ર લખ્યો છે.

જ્યારે ચંદ્રબાબુએ અપ્રત્યક્ષ રીતે તે વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો કે વાઇએસઆર કોંગ્રેસનાં નેતાઓએ આવક જાહેરાત યોજના હેઠળ 10 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. ચંદ્રાબાબુએ વડાપ્રધાનને પત્ર લખીને માંગણી કરી છે કે કેન્દ્ર સરકાર સમાનંતર અર્થવ્યવસ્થાનાં પ્રસાર પર લગામ લગાવવા માટે 500 રૂપિયા અને હજાર રૂપિયાની નોટોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવે. બીજી તરફ જગને માંગ કરી છે કે આઇડીએસ – 2016ની સંપુર્ણ યાદી પ્રકાશિત કરવામાં આવે અને મુખ્યમંત્રીની વિરુદ્ધ ભ્રષ્ટાચારનાં આરોપોની ઉંડી તપાસ કરવામાં આવે.

મુખ્યમંત્રીએ અપ્રત્યક્ષ રીતે વાઇએસઆર કોંગ્રેસ અધ્યક્ષ જગન રેડ્ડી તરફ ઇશારો કરતા બુધવારે કહ્યું કે દેશમાં જાહેર 65 હજાર કરોડ રૂપિયામાંથી 13 હજાર કરોડ રૂપિયા હૈદરાબાદમાંથી જ જાહેર થયા છે. જેમાં 10 હજાર કરોડ રૂપિયા એક જ વ્યક્તિ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તે કોણ છે તે કાયદેસર રીતે જાણવું શક્ય નથી.પરંતુ શું કોઇ ઉદ્યોગમાં આટલી મોટી રકમ જાહેર કરવી શક્ય છે.

You might also like