મમતા બેનર્જી વિરૂદ્ધ ભાજપના ઉમેદવાર હશે ચંદ્ર કુમાર બોસ

નવી દિલ્હી: પશ્વિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં નેતાજી સુભાષચંદ્ર બોસના પપૌત્ર ચંદ્રકુમાર બોસ ભાજપના ઉમેદવાર હશે. સુભાષચંદ્ર બોસ મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરૂદ્ધ ચુંટણી લડશે.

કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાનીએ બુધવારે આ અંગે જાહેરાત કરી. તેમણે કહ્યું કે આ ચુંટણીમાં ચંદ્રકુમાર બોસ તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીની વિરૂદ્ધ ચુંટણી લડશે. પાર્ટીએ તેમને ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો છે.

મમતા બેનર્જી વર્ષ 2011માં પશ્વિમ બંગાળની ભવાનીપુર સીટ પરથી વિધાનસભાની ચુંટણી જીત્યા બાદ મુખ્યમંત્રી બની હતી. તેમણે લગભગ 35 વર્ષથી રાજ્યની સત્તા પર બિરાજમાન વામમોરચા સરકારને આકરી માત આપી હતી.

નેતાજી સુભાષચંદ્ર બોસનું મોત સાથે જુડી સરકારી ફાઇલોને સર્વાજનિક કરાવવાની ચળવળ લાંબા સમયથી લાગેલા ચંદ્ર કુમારે મોદી સરકારમાં સફળતા પ્રાપ્ત કરી. ત્યારબાદથી તેમના ભાજપ સાથે લગાવની વાતો સતત સામે આવતી રહી. બાદમાં તે ભાજપમાં જોડાઇ ગયા હતા.

You might also like