સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ, બપોર બાદ મંદિરોમાં દર્શન થશે બંધ

21મી સદીનું સૌથી લાંબામાં લાબું ચંદ્રગ્રહણ (Longest total lunar eclipse) આજે એટલે કે 27મી જુલાઇના રોજ જોવા મળશે. દેશમાં આ નરી આંખે જોવા મળશે. સૂર્યગ્રહણની જેમ ચંદ્રગ્રહણને જોવા માટે સોલર ફિલ્ટરવાળા ચશ્માની જરૂરિયાત રહેશે નહીં.

ચંદ્રગ્રહણ રાત્રે 11.54 કલાકથી શરૂ થશે અને પરોઢીયે 3.49 કલાકે પુરુ થશે. ભારતમાં પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. દેશમાં ઘણી બધી જગ્યાએ ચંદ્રગ્રહણને જોવા ઘણા બધી વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતમાં મોડી રાતથી ચંદ્રગ્રહણની અસર જોવાની શરૂઆત થશે.

જેમાં ધીરે-ધીરે ચંદ્રનો રંગ લાલ થતો જશે અને એક સમયે એવો આવશે જ્યારે ચંદ્ર પુરી રીતે ગાયબ થઇ જશે. શુક્રવારે રાત્રે 10.53 વાગે ચંદ્ર પર ગ્રહણની અસર શરૂ થશે. ચંદ્રગ્રહણના કારણે દેશના ઘણા બધા મોટા મંદિરો બપોર પછી બંધ રાખવામાં આશે. હરિદ્વાર, વારાણસી અને અલ્હાબાદમાં સાંજે યોજાતી ગંગા આરતી બપોરે કરવામાં આવશે.

આજે સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ જોવા મળશે. આજે અને આવતીકાલે એમ બે દિવસ આ પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. ભારતમાં પણ આ પૂર્ણ ચંદ્રગ્રહણ સૌ કોઈ માણી શકશે. ચંદ્રગ્રહણના પગલે દેશભરના મોટા મંદિરો બપોર બાદ બંધ થશે. ભારતમાં રાતે 10.53 વાગે ચંદ્રગ્રહણની શરૂઆત થશે. ઉલ્લેખયની છે કે, 65 વર્ષ બાદ આ પૂર્ણ ચંદ્રગ્રહણનો નજારો જોવા મળશે. તો વર્ષો બાદ મંગળ, બુધ અને શનિ વક્ર ગતિથી ભ્રમણ કરશે.

You might also like