ચાંદખેડા-મોટેરામાં કાલથી પ્રોપર્ટી ટેકસનાં બિલનું વિતરણ કરાશે

અમદાવાદ: કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં આવતા ચાંદખેડા અને મોટેરા વોર્ડમાં આવતી કાલથી ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ના પ્રોપર્ટી ટેકસનાં બિલનું વિતરણ શરૂ કરવાની દિશામાં તંત્ર દ્વારા ચક્રો ગતિમાન કરાયાં છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનું મુખ્ય સ્રોત ગણાતા પ્રોપર્ટી ટેકસ વિભાગ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ના પ્રોપર્ટી ટેકસ બિલનાં વિતરણની કવાયત હાથ ધરાઇ છે. જે અંતર્ગત આવતી કાલથી પશ્ચિમ ઝોનના ચાંદખેડા, મોટેરા વોર્ડમાં પ્રોપર્ટી ટેકસ વિભાગના સ્ટાફ દ્વારા ટેકસ બિલનું વિતરણ શરૂ કરાશે. આ વોર્ડમાં રહેણાક અને બિન રહેણાક મળીને કુલ આશરે ૪પ હજાર મિલકત છે.

ચાંદખેેડા-મોટેરા વોર્ડ બાદ તંત્ર દ્વારા નવા પશ્ચિમ ઝોનમાં પ્રોપર્ટી ટેકસનાં બિલનું વિતરણ હાથ ધરાશે. દરમ્યાન રેવન્યુ કમિટીના ચેરમેન વલ્લભ પટેલ કહે છે, હાલમાં પશ્ચિમ ઝોનમાં ચતુવર્ષીય આકારણીનું કામ ચાલે છે. ત્યારબાદ પૂર્વ ઝોનમાં ચતુઃવર્ષીય આકારણી હાથ ધરાશે. હવે પ્રત્યેક નાણાકીય વર્ષમાં બે-બે ઝોનની આકારણી કરાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭માં તંત્રએ પ્રોપર્ટી ટેકસના બિલના વિતરણની કામગીરી સુપ્રીમ ટેક નામની ખાનગી કુરિયર મેળવનાર આ કંપનીનો ટેકસ બિલ વિતરણમાં ફિયાસ્કો થયો હતો. જેના કારણે ચાલુ વર્ષે કોર્પોરેશને જ આ કામગીરી સંભાળી લીધી છે. ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮માં મ્યુનિસિપલ તંત્રનો પ્રોપર્ટી ટેકસ આવકનો લક્ષ્યાંક રૂ.૯૬૦ કરોડનો હોઇ આજ દિન સુધી કોર્પોરેશનની તિજોરીમાં રૂ.ર૯૬ કરોડ ઠલવાયા છે.
http://sambhaavnews.com/

You might also like