ચંડીગઢ છેડતી કેસઃ CCTVના પાંચ ફૂટેજ પરથી મહત્ત્વની કડીઓ મળી

ચંડીગઢઃ ચંડીગઢના ચકચારી છેડતી પ્રકરણમાં પોલીસને આ ઘટનાને લઈ વિવિધ પાંચ જગ્યાએ મળેલા સીસીટીવી ફૂટેજ પરથી મહત્ત્વની કડી મળી છે, જેમાં ભાજપના નેતાનો પુત્ર છેડતીનો ભોગ બનનારી યુવતીની કારનો પીછો કરી રહ્યો હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે ત્યારે આ કેસ વધુ ચકચારી બની ગયો છે.

આ કેસ અંગે ન્યૂઝ ૧૮ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે આઈએએસની પુત્રીની છેડતીના કેસમાં પોલીસને પાંચ જગ્યાએથી સીસીટીવી ફૂટેજ મળ્યા છે, જેમાં આ ફૂટેજની તપાસ કરતાં હરિયાણા ભાજપના અધ્યક્ષ સુભાષ બરાલાનો પુત્ર છેડતીનો ભોગ બનનારી યુવતીની કારનો પીછો કરી રહેલો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. પોલીસને આ સીસીટીવી ફૂટેજ ઘટનાસ્થળની આસપાસનાં બિલ્ડિંગ અને દુકાનો પર લગાવેલા સીસીટીવી કેમેરામાંથી મળ્યાં છે, જોકે પોલીસે એ વાતની સ્પષ્ટતા કરી નથી કે આ કેસમાં નવી કડી મળી છે. તેથી કઈ કઈ નવી કલમો ઉમેરવામાં આવશે? બીજી તરફ કોંગ્રેસ અને ભારતીય નેશનલ લોકદળે આજે લોકસભામાં આ મુદે રજૂઆત કરવા નિર્ણય કર્યો છે.

નવ પૈકી ચાર જ CCTV કેમેરા ચાલુ
ચંડીગઢના ચકચારી છેડતી પ્રકરણમાં પોલીસને આ ઘટનાને લઈ વિવિધ પાંચ જગ્યાએ મળેલા સીસીટીવી ફૂટેજ પરથી મહત્ત્વની કડી મળી છે ત્યારે પોલીસ હવે આ કેસમાં આરોપી સામે અપહરણનો કેસ દાખલ કરી શકે તેમ છે.

You might also like