ચંડીગઢ છેડતી કેસમાં પોલીસે વિકાસ બરાલાની ધરપકડ કરી : કડક સજાની માંગ

નવી દિલ્હી : ચંદીગઢમાં ખુબ જ ચર્ચામાં આવેલો અને ત્યાર બાદ વિવાદમાં આવેલા IAS ઓફિસરની પુત્રી વર્ણિકા કુંડૂની સાથે થયેલી છેડતી મામલે પોલીસે આરોપી વિકાસ બરાલા અને તેના મિત્ર આશિષની ધરપકડ કરી છે. બંને આરોપીને પોલીસ સમન મળ્યા બાદ ચંદીગઢના સેક્ટર 26 પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવ્યા હતા. આ બન્ને આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 354D, 341 અને 34 અંતર્ગત કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. પોલીસે તેમની સામે બિન-જામીનપાત્ર કલમો 365 અને 511ને પણ જોડી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિકાસ બરાલા સ્થાનિક ભાજપ અધ્યક્ષ સુભાષ બરાલાનો પુત્ર છે. જેનાં કારણે આઇએએસ ઓફીસરની છેડતી કરવામાં આવી હોવા છતા પણ કાર્યવાહીનાં આરોપ અને પ્રતિઆરોપ વચ્ચે સમગ્ર મુદ્દો મીડિયાથી માંડીને રાજકારણીઓમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

ડીજીપી તેજીન્દર સિંહ લૂથરાએ મિડિયા સમક્ષ ખુલાસો કર્યો કે પુલિસ પાસે સીસીટીવી ફુટેજ મળ્યા છે. ત્યારે વિકાસ બરાલા બુધવારે બપોરે 2.30 પોલીસ સ્ટેશન પહોચ્યો હતો. ત્યારબાદ તેમની પૂછપરછ થયા બાદ ધરપકડ કરવામાં આવી હતી. વધુમાં ડીજીપીએ કહ્યું કે ઘટના પછી પોલીસ વિકાસ બરાલા અને તેના સાથીને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઇને ગઇ હતી, પણ બન્નેએ બ્લડ અને યુરિન સેમ્પલ્સ આપવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારે ડોક્ટરે ઓબ્ઝર્વેશનના આધારે મેડિકલ રિપોર્ટ તૈયાર કર્યો છે, તેમાં દારૂ પીધો હોવાની પુષ્ટિ થઇ છે. આરોપીઓનું સેમ્પલ્સ ન આપવા તેમની વિરુદ્ધ જાય છે અને ન્યાય માટે બધું કરી છૂટવામાં આવશે. બીજી બાજુ વિરોધપક્ષે કોંગ્રેસ અને ઇનેલોએ આ મામલે સીબીઆઇ અથવા હાઇકોર્ટના વર્તમાન જજ પાસે તપાસ કરાવવાની માંગ કરી છે.

જો કે આ બાદ મીડિયાએ કુંડુની મુલાકાત કરતા તેમણે જણાવ્યું હતું કે, માત્ર ધરપકડથી પુરૂ નથી થઇ જતું પરંતુ સૌથી મહત્વનું છે કે, તેની વિરુદ્ધ કડક કાર્યવાહી થાય અને તેને આકરી સજા પણ મળે.

You might also like