ચાર્જિંગ દરમિયાન OnePlus 1 સ્માર્ટફોનમાં થયો બ્લાસ્ટ

ચંદીગઢ: તાજેતરમાં એક અહેવાલ આવ્યો હતો જેના અનુસાર એક વ્યક્તિના ખિસ્સામાં જ iPhone બ્લાસ્ટ થ્યો હતો. હવે નવો કિસ્સો સામે આવ્યો છે અને આ વખતે ચીની કંપની OnePlusના સ્માર્ટફોન સામે જોડાયેલી છે. ચંદીગઢના એક ટ્વિટર યૂઝર દીપક ગોસેનના અનુસાર 22 તેમનો OnePlus 1 સ્માર્ટફોન દરમિયાન ફાટી ગયો.

તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે મોબાઇલ બ્લાસ્ટ થતાં તે માંડમાંડ બચ્યા છે. તેમણે ટ્વિટર પર વન પ્લસ સહિત અમેજોન ઇન્ડીયાને ફરિયાદ કરી છે. દંડના રૂપમાં તેમને કથિત રીતે આઇફોનની માંગ કરી છે.

તેમણે સળગેલા સ્માર્ટફોનના ફોટા પણ શેર કર્યા છે જેમાં તેમનો ફોન સળગેલો દેખાઇ રહ્યો છે. જ્યાં ફોન રાખ્યો છે તે લાકડું પણ સળગેલું દેખાઇ રહ્યું છે. ખાસ વાત એ છે કે આ ફોનમાં ચાર્જર લાગેલું દેખાઇ રહ્યું છે. બેટરી સંપૂર્ણપણે ફૂટી ગયેલી જોવા મળી રહી છે.


ગોસેનનો દાવો છે કે તેમને વન પ્લસના કસ્ટમર કેર તરફ યોગ્ય રીતે સપોર્ટ મળી રહ્યો નથી. વન પ્લસનો દાવો છે કે કંપની આ ઘટના બાદ તે યૂઝરને સપોર્ટ આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તે સ્માર્ટફોન બે વર્ષ જૂનો છે અને વોરંટીમાં નથી. કંપની તેમને અવેજમાં નવો One Plus 3 સ્માર્ટફોન આપવાનો દાવો કરી રહી છે.

અહેવાલ અનુસાર ગોસેને આ ઘટનાના બદલામાં આઇફોનની માંગ કરી છે. સાથે જ સમાચારો અનુસાર તેમને કથિત રીતે કંપની સાથે આ ઘટનાની અવેજમાં વળતરના રૂપમાં પૈસાની પણ માંગ કરી છે. સત્તાવાર રીતે કંપની ગોસેન અને કસ્ટમરકેરની સીધી વાતચીત વિશે કોઇપણ નિવેદન આપવાનું ટાળી રહી છે.

જો કે કંપનીએ એક સ્ટેટમેંટ જાહેર કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે ‘અમારી પ્રાથમિકતા કસ્ટમર્સની સુરક્ષા અને સ્વાસ્થ્ય છે. અમે અમારી પ્રોડક્ટસ ઇન્ડસ્ટ્રી લીડિંગ સેલ્ફી ટેસ્ટમાંથી પસાર છે અને અમને તેની ક્વોલિટી પર પુરતો વિશ્વાસ છે. અમે કસ્ટમર્સના સંપર્કમાં છીએ, પરંતુ જેમ કે આ ઓપન કેસ છે અમે વધુ કોઇ જાણકારી આપી ન શકીએ.

આ પહેલો કેસ નથી જ્યારે કોઇ ફોન બ્લાસ્ટ થયો છે, પહેલાં પણ બેટરીના લીધે ઘણા સ્માર્ટફોન ફાટ્યા હોવાના સમાચાર આવ્યા છે. તાજેતરમાં જ એક અહેવાલ અનુસાર Xiaomi Mi 5 બેટરીના લીધે ફૂટ્યો હતો.

You might also like