ICICI બેંકમાંથી ચંદા કોચરે આપ્યું રાજીનામું

દેશનાં સૌથી મોટા એવાં ખાનગી ક્ષેત્રની બેંક આઇસીઆઇસીઆઇનાં પ્રબંધ સંચાલક પદથી ચંદા કોચરે રાજીનામું આપી દીધું છે. કોચર વિરૂદ્ધ વીડિયોકોન સમૂહને ખોટી રીતે ધિરાણ આપવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે ચંદા અને તેનાં પતિનાં શામેલ થવાની આશંકાની ખૂબ લાંબા સમયથી તપાસ થઇ રહી છે.

આઇસીઆઇસીઆઇ બેંક બોર્ડ છેલ્લાં કેટલાંય મહીનાથી એક નવા જ પ્રબંધ સંચાલકની તપાસમાં હતી. ત્યારથી લઇને એવું માનવામાં આવી રહ્યું છે કે ચંદા ટૂંક સમયમાં જ પદ પરથી હટાવી શકાશે. પરંતુ 4 ઓક્ટોમ્બરથી તેઓએ તત્કાલ પ્રભાવે પોતાનું પદ છોડી દીધું છે.

You might also like