નાની કાર-દ્વિચક્રી વાહનોના વીમા પ્રીમિયમમાં ઘટાડાની શક્યતા

મુંબઇ: ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓફ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નાની કાર અને દ્વિચક્રી વાહનોના પ્રીમિયમમાં ઘટાડો કરવાની દરખાસ્ત કરી છે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કવર પ્રીમિયમના દરનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.

ઇરડાના નવા પ્રસ્તાવ અનુસાર નાની કાર અને દ્વિચક્રી વાહનોના પ્રીમિયમમાં ઘટાડો થઇ શકે છે, જ્યારે ઇ-રિક્ષાના ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં વધારો થઇ શકે છે. એટલું જ નહીં, ૧૦૦૦ સીસીથી ઉપરની કારના પ્રીમિયમમાં કોઇ ફેરફાર નહીં થાય તથા ટ્રકના પ્રીમિયમમાં છ હજાર રૂપિયા સુધીનો વધારો થાય તેવી શક્યતા છે.

You might also like