બચતખાતાના વ્યાજ પર ITમાં રાહતની શક્યતા

નવી દિલ્હી: બચત ખાતાના વ્યાજ પર છુટ મળે તેવી શક્યતા છે. લોકો બચત ખાતામાં પૈસા જમા રાખે છે, જેમાં જુદી જુદી બેન્ક દીઠ બચત ખાતા પર ચારથી છ ટકા જેટલું વ્યાજ મળે છે. સેવિંગ્સ એકાઉન્ટ પર મળતા પૂરા વ્યાજ ટેક્સેબલ હોય છે, પરંતુ ઇન્કમટેક્સની કલમ ૮૦-ટીટીએ અંતર્ગત રૂ. ૧૦ હજાર સુધીની છુટની લિમિટ છે, જોકે ઇન્કમટેક્સના રૂ. ૧૦ હજાર ઉપરના બચત ખાતા ઉપરના વ્યાજને પણ હવે રાહત આપવાની ગંભીરતાથી વિચારણા હાથ ધરાઇ છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ મોટા ભાગના સામાન્ય લોકો બેન્કોમાં વ્યાજ મૂકે છે. ખાસ કરીને સિનિયર સિટીઝન તથા મધ્યમ વર્ગના લોકો વ્યાજ ઉપર નિર્ભર રહેતા હોય છે ત્યારે સરકારની રાહતનું આ પગલું તેઓને ફાયદેમંદ પુરવાર થઇ શકે છે.

You might also like