ચણા વાયદામાં ઉછાળાના પગલે વિવિધ કઠોળના ભાવમાં વધારો

અમદાવાદ: ચણા સહિત વિવિધ કઠોળના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી છે. ૧૪ જુલાઇએ ચણાના વાયદા કારોબાર ફરીથી શરૂ કર્યા બાદ તેજીની ચાલ નોંધાઇ છે. પાછલા એક જ મહિનામાં વાયદા બજારમાં ચણામાં ૩૦ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. વધતા જતા વાયદાના ભાવમાં ઉછાળાના પગલે એનસીડીઇએક્સ પર ચણાના ખરીદ-વેચાણ પર પાંચ ટકા માર્જિન વધારી દીધું છે, જે આજથી લાગુ થઇ રહ્યું છે. દરમિયાન હાજરના ભાવમાં પણ તેજીની ચાલ જોવા મળી છે.

હાજર બજારમાં ચણાના ભાવ વધીને ૮૦થી ૯૦ રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે. ચણા સહિત વિવિધ કઠોળના ભાવમાં ૧૪ જુલાઇ બાદ તેજીની ચાલ જોવા મળી છે. સિઝનની નવી આવક આવવાને હજુ ચારથી છ સપ્તાહની વાર છે ત્યારે કઠોળના ભાવમાં હજુ પણ સુધારાની ચાલ નોંધાય તેવી શક્યતા હોલસેલ બજારના વેપારીઓ દ્વારા વ્યક્ત કરાઇ છે.

કઠોળ ૧૪ જુલાઇ હાલના ભાવ
ચણા ૭૦-૭૫ ૮૦-૯૦
કાબુલી ચણા ૧૪૫-૧૫૦ ૧૬૦-૧૬૫
ચણા દાળ ૮૫-૯૫ ૯૫-૧૦૦
તુવેર દાળ ૬૫-૭૦ ૭૦-૮૦
અડદ દાળ ૮૦-૮૫ ૮૦-૯૦
મગ ફોતરાવાળી દાળ ૬૫-૭૦ ૭૦-૮૦
મગ મોગર દાળ ૬૫-૭૦ ૭૦-૮૦
(ભાવ પ્રતિકિલો રૂ.)

You might also like