ચણાના ઓછા વાવેતરથી ભાવ વધુ વધશે

અમદાવાદ: દેશમાં ચણાનો સૌ‍થી વધુ પાક રાજસ્થાનમાં લેવાય છે. અહીં વાવેતર વિસ્તાર ઘટીને અડધો થઈ ગયો છે. વાવેતર વિસ્તાર ઘટતાં ચણાના ભાવમાં હજુ વધુ વધારો જોવાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે દેશી ચણા હાલ સ્થાનિક બજારમાં ૭૦ થી ૯૦ રૂપિયા પ્રતિકિલોની સપાટીએ વેચાઈ રહ્યા છે. સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે રાજસ્થાનમાં ઓછો ઉતાર આવે તેવી શક્યતાઓ પાછળ ચણાના ભાવ વધુ વધી શકે છે. રાજસ્થાનમાં ચણાની વાવણીને ઓછા વરસાદના કારણે અસર થઈ છે. વર્ષ ૨૦૧૪-૧૫માં રાજસ્થાનમાં ૧ લાખ ૨૫ હજાર હેક્ટર વિસ્તારમાં ચણાની વાવણી થઈ હતી. જ્યારે વર્ષ ૨૦૧૫-૧૬માં ૨૦ નવેમ્બર સુધીમાં રાજસ્થાનમાં ૫૮,૧૫૦ હેકટર વિસ્તારમાં ચણાનું વાવેતર થયું છે, જેના કારણે ચણાનું ઉત્પાદન અડધું થવાની શક્યતાઓ છે.

You might also like