ચોમાસા પૂર્વે ચણાના ભાવ બે મહિનાના તળિયે જોવાયા

અમદાવાદ: ચાલુ સપ્તાહમાં કેરળમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. આગામી બેથી ત્રણ સપ્તાહમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસું બેસી જશે. આ વખતે ચોમાસાની સિઝનમાં સારા વરસાદનાં એંધાણ ભારતના હવામાનખાતાની એજન્સી અને ખાનગી એજન્સીએ આપ્યા છે. ચોમાસા પૂર્વે મોટા ભાગની એ‌િગ્ર. કોમોડિટીના હાજર બજારના ભાવમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી.

ચાલુ વર્ષે ચણાની બમ્પર આવક થઇ છે. વરસાદ પણ સાનુકૂળ છે ત્યારે ચણાના ભાવ હાજર બજારમાં બે મહિનાના નીચલા સ્તરે જોવા મળ્યા છે. ચણાના ભાવ રૂ.૩પ૦૦થી ૩૬૦૦ની સપાટીએ પહોંચી ગયા છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે
ચોમાસા પૂર્વે મોટા ભાગની એ‌િગ્ર. કોમોડિટીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. અડદનાે ભાવ હાજર બજારમાં રૂ.૩૪૦૦થી ૩પ૦૦, તુવેર રૂ.૩૮૦૦થી ૩૯૦૦ જ્યારે મગનો રૂ.પ૦૦૦થી પર૦૦ની સપાટીએ ભાવ જોવા મળ્યાે છે. હાજર બજારમાં તૂટતા ભાવના પગલે રિટેલમાં પણ ભાવ ઘટીને રૂ.૭૦થી ૮૦ની સપાટીએ પહોંચી ગયા છે.

You might also like