કાબુલી ચણા, દેશી ચણા અને ચણાની દાળમાં મજબૂત ટ્રેન્ડ

અમદાવાદ: ચણાનો બમ્પર પાક થયો હોવા છતાં ચણા અને ચણાની દાળમાં મજબૂત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં કાબુલી ચણા પણ પાછલા છ-આઠ મહિનાથી ઊંચા મથાળે રૂ. ૧૪૦થી ૧૫૦ની સપાટીએ સ્થિર જોવા મળી રહ્યા છે તો વળી ચણાના ભાવ સ્થાનિક બજારમાં પ્રતિકિલોએ રૂ. ૭૫થી ૮૫ની સપાટીએ પહોંચેલા જોવા મળ્યા છે. એ જ પ્રમાણે ચણાની દાળનો ભાવ પણ ૯૦થી ૧૦૦ની સપાટીએ સ્થિર રહ્યો છે. સામાન્ય રીતે જાન્યુઆરી મહિના બાદ ચણાના પાકની નવી આવક આવતા સાથે જ ભાવમાં ડાઉન ટ્રેન્ડ જોવા મળે છે. દિવાળી પૂર્વે ઓક્ટોબર મહિનાની આસપાસ ચણાનો ભાવ ૧૧૦થી ૧૨૦ રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યો હતો, પરંતુ વેપારીઓના જણાવ્યા પ્રમાણે આગામી સિઝનમાં અલ નિનોની ઇફેક્ટ અને વરસાદની અનિશ્ચિતતાના પગલે મોટા વેપારીઓની શોર્ટ સપ્લાયના પગલે ચણા, ચણાની દાળના ભાવ ટકેલા જોવા મળી રહ્યા છે.

સ્થાનિક હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે આગામી વરસાદની સિઝન અનિશ્ચિતતાભરી જોવા મળી શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ વેપારીઓ સ્ટોક કવર કરી રહ્યા છે અને તેના કારણે વિવિધ કઠોળના ભાવ ઊંચા મથાળે સ્થિર જોવા મળી રહ્યા છે.

કાબુલી ચણા રૂ. ૧૪૦-૧૫૦
ચણા રૂ. ૭૫-૮૦
ચણા દાળ રૂ. ૯૦-૧૦૦
મગ રૂ. ૭૦-૮૦
મગ દાળ મોગર રૂ. ૯૦-૧૦૦
મગ દાળ ફોતરાવાળી રૂ. ૭૫-૮૫
તુવેર દાળ રૂ. ૭૦-૮૦
અડદ દાળ રૂ. ૯૦-૧૦૦
(ભાવ રૂ. પ્રતિકિલોના)

http://sambhaavnews.com/

You might also like