ચણાના વાયદા પર પ્રતિબંધ આ‍વશે?

મુંબઇ: ચણામાં લાલચોળ તેજી જોવા મળી રહી છે. વાયદામાં જોવા મળેલા ઉછાળાના પગલે હાજર બજારમાં પણ ચણાના ભાવ રોકેટ ગતિએ વધીને સ્થાનિક બજારમાં પ્રતિ કિલોએ ૮૦ની સપાટીએ પહોંચી ગયા છે ત્યારે પાછલા આઠ સપ્તાહથી ચણાના ભાવમાં એકધારી તેજી તરફી ચાલને જોતાં ચણાના વાયદા ઉપર પ્રતિબંધ આવી શકે છે. સરકારે પણ આ વાતના સંકેતો આપી દીધા છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ચણાનો આ વખતે પાક સારો હોવા છતાં સટ્ટાકીય લેવાલી પાછળ ચણાના ભાવમાં એકતરફી તેજી જોવા મળી રહી છે. સેબી પણ ચણાના વાયદાના કારોબાર ઉપર નજર રાખી રહી છે. એવું માનવામાં આવી રહ્ું છે કે સેબી ચણાના વાયદા કારોબાર સંબંધી સખત નિર્ણય લઇ શકે છે.

ચણાના હાજર બજારમાં પણ પાછલાં બે મહિનામાં પ્રતિ કિલોએ રૂ. ૨૦થી ૩૦નો ઉછાળો જોવાઇ ચૂક્યો છે. ચણાના વધતા જતા ભાવના કારણે મોંઘવારી વધવાની સરકારને આશંકા છે તેથી ચણા સહિત વિવિધ દાળના વધતા ભાવને અંકુશમાં લેવા સખત પગલાં ભરી શકે છે.

You might also like