ચણા વાયદા ઉપર પ્રતિબંધ છતાં હાજર બજારમાં સુધારો

અમદાવાદ: કેન્દ્ર સરકારે ચણાના વધતા જતા ભાવને અંકુશમાં મૂકવા તથા ચણામાં વધતો સટ્ટો રોકવા વાયદા કારોબાર ઉપર પ્રતિબંધ મૂક્યો છે. કારોબારીઓને નવી પોઝિશન લેવા ઉપર પ્રતિબંધ છે, જોકે ચણાના હાજર બજારમાં સુધારા તરફી ટ્રેન્ડ ચાલુ રહેલો જોવા મળ્યો છે. સ્થાનિક હાજર બજારમાં ચણા પ્રતિ ક્વિન્ટલ ૬૮૦૦થી ૭૧૦૦ની સપાટીએ પહોંચી ગયા છે.

કાલુપુર બજારના હોલસેલ વેપારીઓના કહેવા પ્રમાણે વરસાદ ખેંચાતાં વિવિધ એગ્રો કોમોડિટી સાથે ચણાના ભાવમાં પણ સુધારાની ચાલ જોવા મળી છે. ચણાના મુખ્ય ઉત્પાદક રાજ્ય પૈકીના એક એવા રાજસ્થાનમાં પણ વરસાદ ખેંચાતાં ચણાના ભાવમાં મજબૂત આગેકૂચ જારી રહેલી જોવા મળી છે.

વેપારીઓના મત મુજબ રમજાન, શ્રાવણ અને ત્યાર બાદ દિવાળીના તહેવારોમાં ચણાના બેસનની ઊંચી માગના પગલે ફ્લોર મિલોની મોટા પ્રમાણમાં ખરીદીના પગલે ચણાના ભાવમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી છે.

You might also like