ચણા અને ચણાદાળ શબ્દો અોક્સફર્ડ ડિક્સનરીમાં સામેલ

નવી દિલ્હી: દેશની રાષ્ટ્રીપય ભાષા હિન્દીમાં તે તાકાત છે કે તે બીજી ભાષાઅો અને બોલીઅોને ખુદમાં સમેટી શકે છે. અા જ કારણ છે કે કેટલાક અંગ્રેજી શબ્દો જેમ કે સ્કૂલ, ટાઈ, ક્રિકેટ વગેરેને તેના પ્રચલિત રૂપમાં જ હિન્દીઅે સ્વીકારી લીધા છે.
તમને જાણીને અાશ્ચર્ય થશે કે હિન્દીના પ્રચલિત શબ્દોને પણ અોક્સફર્ડની અંગ્રેજી ડિક્સનરીમાં સ્થાન અાપવામાં અાવ્યું છે. તાજેતરમાં જ અોક્સફર્ડ અંગ્રેજી ડિક્સનરીમાં કેટલાક નવા શબ્દો જાહેર કરાયા છે જેમાં ભારતમાં રોજિંદા ભોજનમાં સામેલ ચણા અને ચણાની દાળ પણ સામેલ છે.  અોક્સફર્ડ ડિક્સનરીમાં જોડાયેલા ૬૦૦થી વધુ નવા શબ્દોમાં ચણા અને ચણાની દાળ સામેલ છે.

http://sambhaavnews.com/

You might also like