ચણા દાળમાં રેકોર્ડબ્રેક તેજીઃ ૧૨૦ને પાર

અમદાવાદ: ચણામાં જોવા મળેલા ઉછાળાના પગલે ચણાની દાળમાં પણ રેકોર્ડબ્રેક તેજી જોવા મળી છે. ફ્લોર મિલર્સની એકધારી માગના પગલે ચણાની દાળના ભાવમાં રેકોર્ડબ્રેક ઉછાળો નોંધાયો છે. દાળ સ્થાનિક બજારમાં પ્રતિકિલો ૧૨૦ની સપાટીને પાર પહોંચી ગઇ છે.
કોમોડિટી બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ચણામાં જોવા મળેલી સટ્ટાકીય તેજીની પાછળ ચણાના ભાવ ઊછળ્યા છે.

દેશમાં રાજસ્થાન ચણાનાે પાક લેતું અગ્રણી રાજ્ય છે, પરંતુ ત્યાં વરસાદ વિલંબમાં છે અને તેને કારણે ચણામાં વધુ સટ્ટાકીય લેવાલી જોવા મળી છે.સેબીએ ચણાના વાયદાના કારોબાર પર પ્રતિબંધ મૂક્યા બાદ ૧૦થી ૧૫ ટકાનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે. એટલું જ નહીં ચણાની દાળના ભાવમાં પણ છેલ્લા કેટલાક સમયથી એકતરફી તેજી જોવા મળી રહી છે.

સ્થાનિક બજારમાં ચણાની દાળના ભાવ ૧૨૦ની સપાટીને પાર પહોંચી ગયા છે. છેલ્લા ત્રણ મહિનામાં ચણાની દાળના ભાવમાં પ્રતિકિલોએ ૨૦થી ૩૦ રૂપિયાનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે.

You might also like