ચણાની દાળના સ્ટફ પરોઠા

સામગ્રી

2 કપ લોટ

½ કપ ચણાની દાળ

પરાઠા શેકવા માટે તેલ

ચપટી હીંગ

¼ ચમચી જીરૂ

½ નાની ચમચી ઘાણા પાવડર

¼ ચમચી આમચૂર પાવડર

1-2 લીલા મરચા, ઝીંણા સમારેલા

½ આદું છીણેલું

2 મોટી ચમચી લીલા ઘાણા

મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ ચણાની દાળને ધોઇને 5-6 કલાક માટે પાણીમાં પલાડી રાખો. લોટમાં મીંઠુ એડ કરી તેમાં 1 ચમચી તેલ અને જરૂરી પાણી એડ કરીને લો’ બાંધો. તેને અડધો કલાક માટે ઢાંકીને રહેવા દો. કૂકરમાં દાળ સાથે ¼ ભાગ પાણી એડ કરીને તેને મધ્યમ આંચ પર ઉકળવા દો. જ્યારે એક સિટી વાગી જાય પછી ગેસ બંધ કરી દો. દાળને 4-5 મિનિટ માટે બાફો. હવે ગેસ બંધ કરીને કૂકર ઢાંકી દો. ત્યાર બાદ દાળને કૂકરમાંથી કાઢી મિક્ચરમાં ગ્રાઇન્ડ કરો. જો દાળમાં પાણી હોય તો તેને દૂર કરો. હવે એક પેનમાં મોટી ચમચી તેલ એડ કરી મધ્ય આંચ પર ગરમ કરો ત્યાર બાદ તેમાં હીંગ અને જીરૂ એડ કરો. ત્યાર બાદ તેમાં ક્રશ કરેલી દાળ, લીલા મરચાં, આદુ, ઘાણા પાઉડર, આમચૂર, મીઠું, ગરમ મસાલો અને લાલ મરચું એડ કરી બરોબર હલાવો. ગેસ બંધ કરી લીલા ધાણા તેમાં એડ કરો. દાળના મિશ્રણનો માવો તૈયાર થઇ ગયા પછી, લોટમાંથી એક સરખા ગુલ્લા પાડી અને જેવી રીતે અન્ય સ્ટફ પરાઠા બનાવીએ છીએ તેવી જ રીતના પરાઠા વણીને બ્રાઉન કલરના શેકી લો, આ પરાઠાને દહીં કે ચટણી સાથે સર્વ કરી શકાય છે.

You might also like