ચણામાં આગેકૂચ જારી

અમદાવાદ: ચણાના હાજર બજારમાં માગ ખૂબ જ ઝડપથી ‍વધી રહી છે. સ્ટોકિસ્ટો તથા ફ્લોર ‌િમલરોની માગમાં આવેલા ઉછાળાના કારણે ચણાના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. છેલ્લા સળંગ ત્રણ દિવસથી ચણાના ભાવમાં તેજીની ચાલ નોંધાઈ છે અને પ્રતિક્વિન્ટલ ૬,૦૦૦ની સપાટી ક્રોસ કરી ૬૦૨૫ની ઉપર ભાવ જોવા મળી રહ્યાે છે. સ્થાનિક કોમોડિટી બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે એક બાજુ રૂપિયો ૬૭ની સપાટીની નજીક જોવા મળી રહ્યો છે જ્યારે આયાત પડતર પણ ઊંચી આવી રહી છે તો બીજી બાજુ સ્થાનિક બજારમાં ઓછા પુરવઠા વચ્ચે ચણાના ભાવ વધી રહ્યા છે. નોંધનીય છે કે કેલેન્ડર વર્ષ ૨૦૧૬માં ચણાના ભાવમાં ૪૫ ટકાથી વધુ વધારો જોવાઈ ચૂક્યો છે.

ચણાના મે વાયદામાં ૧.૦૪ ટકાનો ઉછાળો નોંધાયો છે. હાજર બજારમાં પણ મજબૂત ચાલ નોંધાઇ છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક બજારમાં છૂટકમાં ૭૦ રૂપિયા પ્રતિકિલોની સપાટીએ ચણાના ભાવ પહોંચી ગયા છે, જ્યારે ‘એ’ ગ્રેડના ચણાનો ભાવ ૯૦  રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે.

You might also like