ચેમ્પિયન્સ ટ્રોફી: શ્રીલંકા સામે ભારતનો 7 વિકેટથી પરાજય, બોલરોનું ખરાબ પ્રદર્શન

લંડન: ચેમ્પિયન્સ ટ્રોફીના 8માં મેચમાં શ્રીલંકાએ ભારતને 7 વિકેટથી હરાવ્યું. ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને જીત માટે 322 રનનો લક્ષ્ય આપ્યો હતો. છતા પણ મોટો ટાર્ગેટ પાર કરી શ્રીલંકાની ટીમે 48.4 ઓવરમાં જ 322 રન બનાવી લીધા હતા.

આ મેચ તેમણે 7 વિકેટે પોતાના નામ કરી લીધી છે. શ્રીલંકા તરફથી કુસલ મેંડિસે સૌથી વધારે 89 રનની ઇનિંગ્સ રમી જ્યારે દનુષ્કાએ 76 રન બનાવ્યા. તે સિવાય એંજેલો મેથ્યૂજે 52 રન ફટકારી અણનમ રહ્યો, કુસલ પરેરાએ 47 અને અસેલા ગુણારત્ને 34 રનની ઇનિગ રમી હતી. વનડેના ઇતિહાસની દ્રષ્ટિએ આ મેચ ખાસ હતી.

ભારત-શ્રીલંકા વચ્ચે આ 150મી મેચ હતી. આ પહેલીવાર છે કે બન્ને ટીમોએ એકબીજા સાથે 150 મેચ રમી નાખી છે. આ હાર બાદ ભારતને હવે દક્ષિણ આફ્રિકા સામે મેચ રમાશે. કરો યા મરો જેવી સ્થિતી બની છે.

શ્રીલંકાના કુસલ મેંડિસની શાનદાર બેટિંગ માટે તેમને ‘મેન ઓફ ધ મેચ’ પસંદ કરાયા. શાનદાર બેટિંગ બાદ આ મેચમાં ભારતની બોલિંગ બહુજ ખરાબ સાબિત થઇ હતી.માત્ર ભુવનેશ્વર કુમારે 1 વિકેટ ઝડપી હતી. જેના કારણે ભારત મેચ હારી ગયું. આ હાર બાદ સેમીફાઇનલમાં પહોંચવા માટે ભારતની તકલીફો વધી ગઇ છે. એટલા માટે 11 જૂને સાઉથ આફ્રિકા વિરૂદ્ધ થનાર મેચ કોઇ પણ કાળે જીતવી પડશે.

You might also like