ચેમ્પિયનને ભેટઃ સેમીના નામનું ક્રિકેટ સ્ટેડિયમ

સેન્ટ જોન્સ (એન્ટિગા): વેસ્ટ ઇન્ડીઝની ટીમને બીજી વાર ટી-૨૦ વિશ્વકપ અપાવનારા કેપ્ટન ડેરેન સેમીને સેન્ટ લૂસિયા સરકારે અનોખી ભેટ આપી છે. સેન્ટ લૂસિયાના બ્યૂસેજોર ક્રિકેટ સ્ટેડિયમને હવે ‘ડેરેન સેમી નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ’ નામ આપવામાં આવ્યું છે. આ સ્ટેડિયમના એક સ્ટેન્ડને સેન્ટ લૂસિયાના જ ખેલાડી જોન્સન ચાર્લ્સ નામ આપવામાં આવ્યું છે, જે ભારતમાં ટી-૨૦ વિશ્વકપ જીતનારી ટીમનો સભ્ય હતો. સેમીએ સરકારના આ નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરી છે.

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર સેન્ટ લૂસિયા વડા પ્રધાન કેની ડી એન્થોનીએ આ અંગે જાહેરાત કરી છે. બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું કે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ, ટીમના કેપ્ટન ડેરેન સેમી અને ઓપનિંગ બેટ્સમેન જોન્સન ચાર્લ્સને આ સન્માન બદલ શુભેચ્છા પાઠવે છે.” વેસ્ટ ઇન્ડીઝે ૨૦૧૨માં જ્યારે ટી-૨૦ વર્લ્ડકપ જીત્યો હતો ત્યારે પણ ડેરેન સેમી જ કેપ્ટન હતો.

You might also like