શ્રીલંકન ટીમમાં ચમીરા અને ગમાગે સામેલ

કેન્ડીઃ ફાસ્ટ બોલર દુષ્મંથા ચમીરા અને લાહિરુ ગમાગેને ભારત સામેની આવતી કાલથી પલ્લેકેલ ખાતે શરૂ થઈ રહેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ માટે શ્રીલંકાની ટીમમાં સામેલ કરવામાં આવે છે. તેઓ ઈજાગ્રસ્ત સ્પિનર રંગના હેરાથ અને ફાસ્ટ બોલર નુવાન પ્રદીપનું સ્થાન લેશે, જ્યારે બેટ્સમેન દનુષ્કા ગુણાતિલકાને ટીમની બહાર કરી દેવામાં આવ્યો છે.

ચમીરા ઈજાને કારણે લાંબા સમયથી શ્રીલંકાની ટીમની બહાર રહ્યો છે. તેણે પોતાની અંતિમ ટેસ્ટ વર્ષ ૨૦૧૬માં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. ગમાગેએ શ્રેણી શરૂ થતા પહેલાં કોલંબોમાં ભારત સામે બે દિવસીય પ્રેક્ટિસ મેચમાં ભાગ લીધો હતો.

પલ્લેકેલ ખાતેના ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે આવતી કાલે ત્રીજી અને આખરી ટેસ્ટ મૅચ (ભારતીય સમય પ્રમાણે સવારે ૧૦.૦૦થી) શરૂ થવાની છે. શ્રીલંકા આ મેદાન પર ૨૦૧૦થી ૨૦૧૬ સુધીમાં કુલ પાંચ ટેસ્ટ રમ્યું છે, પરંતુ એમાંની એકેય ટેસ્ટ ભારત સામે નથી રમી. એ કુલ પાંચ મૅચ ઑસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ સામે શ્રીલંકાએ રમી છે, જેમાંની ત્રણ મૅચ ડ્રૉ રહી હતી, જ્યારે એકમાં શ્રીલંકાનો અને એકમાં પાકિસ્તાનનો વિજય થયો હતો.

You might also like