ચેઈન સ્નેચરોનો તરખાટઃ સાત મહિલાઓએ સોનાના દોરા ગુમાવ્યા

અમદાવાદ: છેલ્લા કેટલાક વખતથી શહેરમાં ચેઈન સ્નેચરોએ અાતંક ફેલાયો છે. જુદા જુદા વિસ્તારમાં ચેઈન સ્નેચિંગની સાત ઘટના બનતાં મહિલાઓમાં ફફડાટની લાગણી જન્મી છે. પોલીસે અા અંગે ગુના દાખલ કરી સઘન તપાસ શરૂ કરી છે. અા અંગેની વિગત એવી છે કે વાસણામાં ડિવાઈન સ્કૂલ પાસેથી પસાર થઈ રહેલ અવનીબહેન નાયક નામનાં વૃદ્ધાના ગળામાંથી રૂ. ૫૦ હજારની કિંમતના સોનાના દોરાની ચીલઝડપ થઈ હતી.

જ્યારે જમાલપુર ફૂલબજાર પાસેથી બાઈક પર પસાર થઈ રહેલ જયેશભાઈ પરમારની પત્નીના ગળામાંથી પણ સોનાનો દોરો તોડી ગઠિયો ફરાર થઈ ગયો હતો. વસ્ત્રાપુરમાં માનસી ચાર રસ્તા નજીક પસાર થઈ રહેલ દક્ષાબહેન ભૂતડાના ગળામાંથી ગઠિયા સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયા હતા. અાંબાવાડીમાં અારાધ્યા ટાવર નજીક ઊભેલા તરુણાબહેન ઠક્કર અને પાલડીમાં શાંતિવન બસસ્ટેન્ડ નજીકથી પસાર થઈ રહેલ માલતીબહેન શાહના ગળામાંથી પણ સોનાના દોરાની ચીલઝડપ થઈ હતી.

અા ઉપરાંત અાનંદનગરમાં પંચગીની સોસાયટી નજીકથી પસાર થઈ રહેલ જ્યોત્સ્નાબહેન પટેલ નામની મહિલા પણ ચેઈન સ્નેચરોનો ભોગ બની હતી. જ્યારે કૃષ્ણનગરમાં નારાયણી સ્કૂલ પાસે સોસાયટીના જ ગેટ પાસે ઊભેલ ઉર્વશીબહેન જયદીપભાઈ મગનાનીના ગળામાંથી બાઈક પર અાવેલા ગઠિયા રૂપિયા ૪૦ હજારનો સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયા હતા.

You might also like