ચેઈન સ્નેચરનો ત્રાસઃ વધુ ત્રણે સોનાના દોરા ગુમાવ્યા

અમદાવાદ: શહેરમાં ચેઈન સ્નેચરોનો ત્રાસ યથાવત રહ્યો છે. રામોલ, નિકોલ અને નરોડામાં વધુ ત્રણ ચેઈન સ્નેચિંગના બનાવ બનતા પોલીસે ગુના દાખલ કર્યા છે.

અા અંગેની વિગત એવી છે કે રામોલમાં અર્પણ સ્કૂલ રોડ પરથી પસાર થઈ રહેલ પ્રકાશભાઈ પટેલના ગળામાંથી સોનાના દોરાની તફડંચી કરી અારોપીઓ બાઈક પર નાસી છૂટ્યા હતા. નિકોલમાં દિપક સ્કૂલના ગેટ પાસેથી પસાર થઈ રહેલ વૈશાલીબહેન પટેલના ગળામાંથી રૂપિયા ૪૫ હજારની કિંમતનાં સોનાના દોરાની ચીલઝડપ થઈ હતી. અા ઉપરાંત નરોડામાં નટરાજ ટ્રાવેલ્સની ઓફિસ નજીકથી પસાર થઈ રહેલ કમલેશભાઈ સિંધવાનીના ગળામાંથી સોનાનો દોરો તોડી ગઠિયો ફરાર થઈ ગયો હતો.

You might also like