ન્યુ રાણીપ, ઈસનપુરમાં ચેઇન સ્નેચિંગ

અમદાવાદ: અમદાવાદના ન્યુ રાણીપ અને ઇસનપુર વિસ્તારમાં ચેઇન સ્નેચરો બે મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડીને ફરાર થઇ જતાં સાબરમતી પોલીસ સ્ટેશન તથા ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે. ઉલ્લેખનીય છે કે ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ વિશાલ રે‌િસડન્સીમાં રહેતા 56 વર્ષીય ગીતાબહેન જંયતીભાઇ પટેલ ન્યુ રાણીપ સ્વામીનારાયણ મંદિર પાસેથી પસાર થઇ રહ્યા હતા તે સમયે બાઇક ઉપર આવેલા બે ઇસમો ગીતાબહેનના ગળામાંથી 30 હજાર રૂપિયાની ચેઇન તોડીને ફરાર થઇ ગયા હતા.

બીજી તરફ વટવા વિસ્તારમાં આવેલા કર્મભૂમિ ટેનામેન્ટમાં રહેતા 47 વર્ષીય હસુમતીબહેન ભોઇ ઇસનપુર વેરાઇ માતાના મંદિર પાસેથી પસાર થઇ રહ્યા હતા તે સમયે બાઇક ઉપર આવેલા બે શખ્સો હસુમતીબહેનના ગળામાંથી 30 હજારની ચેઇન તોડીને ફરાર થઇ ગયા હતા. બન્ને ઘટનાઓ એક જ દિવસે એક જ સમયે બની હોવાનું સામે આવ્યું છે. સાબરમતી અને ઇસનપુર પોલીસે આ મુદ્દે ગીતાબહેન તથા હસુમતીબહેનની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

You might also like