પોલીસ સ્ટેશનથી પ૦ મીટર દૂર વેપારીની સોનાની ચેઈન લૂંટાઇ

અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનથી પ૦ મીટર દૂર આવેલી ઉદ્ગમ સ્કૂલ પાસેથી આજે વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા વેપારીના ગળામાંથી સોનાની ચેઇન લૂંટી બે શખ્સ ફરાર થઇ ગયા હતા. આ અંગે વેપારીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરના સોલા વિસ્તારમાં આવેલા ગુલાબ ટાવરમાં કિશોરભાઇ જગદીશભાઇ ગુપ્તા (ઉં.વ.પર) પોતાના પરિવાર સાથે રહે છે. કિશોરભાઇ કાલુપુરમાં દુકાન ધરાવે છે. આજે સવારે ૬-૦૦ વાગ્યાની આસપાસ તેઓ પોતાની કાર લઇને મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. થલતેજ ઉદ્ગમ સ્કૂલથી થોડે નજીક તેઓ કાર પાર્ક કરીને ચાલવા નીકળ્યા હતા. દરમિયાન એક બાઇક પર બે અજાણ્યા શખ્સ તેમની નજીક આવ્યા હતા અને તેમના ગળામાં રહેલી ૧૦ તોલાની સોનાની ચેઇન તોડી ફરાર થઇ ગયા હતા.
http://sambhaavnews.com/

You might also like