ચેઈન સ્નેચરનો ત્રાસઃ બે મહિલા સહિતે ત્રણે સોનાના દોરા ગુમાવ્યા

અમદાવાદ: શહેરમા ચેઈન સ્નેચરોનો ત્રાસ યથાવત રહ્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં ચેઈન સ્નેચિંગના ત્રણ બનાવ બનતા પોલીસે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે. અા અંગેની વિગત એવી છે કે બાપુનગર ખાતે રહેતો ધવલ કાલુભાઈ પટેલ નામનો યુવાન રાતના સુમારે શાહપુરથી ઈનકમટેક્સ જતાં ગાંધીબ્રિજ પરથી એક્ટિવા પર પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળના ભાગેથી બાઈક પર અાવેલ એક ગઠિયો ધવલના ગળામાંથી રૂ. ૫૦ હજારની કિંમતનો સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયો હતો. જ્યારે કાલુપુર રેલવે સ્ટેશન નજીકથી પસાર થઈ રહેલ સોનલબહેન પ્રજાપતિ નામની મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ થઈ હતી. અા ઉપરાંત ચાંદખેડા વિસ્તારમાં મોટેરા નજીક અાવેલા માધવ બંગ્લોઝ પાસેથી પસાર થઈ રહેલ કેવલબહેન કાલે નામની મહિલાના ગળામાંથી બાઈક પર અાવેલા ગઠિયા રૂ. ૪૦ હજારનો દોરો તોડી પલાયન થઈ ગયા હતા.

You might also like