શહેરમાં હવે પુરુષોના ગળાની ચેઈન પણ સલામત નથી!

અમદાવાદ: શહેરમાં દિન-પ્રતિદિન ચેઇન સ્ને‌િચંગના બનાવો ઉત્તરોત્તર વધતાં પોલીસ ચેઇન સ્નેચરોને પકડવા માટે લાચાર બની છે. ગઇ કાલે મ‌િણનગર વિસ્તારમાં પલ્સર બાઇક પર આવેલા ત્રણ યુવકો સરનામું પૂછવાના બહાને વેપારીના ગાળામાંથી 45 હજાર રૂપિયાની ચેઇન ખેંચી ફરાર થઇ જવાની ઘટના મ‌િણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. મ‌િણનગરમાં આવેલ સ્વ‌િસ્તક પ્લાઝામાં રહેતા અને ઇલેક્ટ્રોનિક્સનાં સાધનોનાે વેપાર કરતા રમેશભાઇ ચેલારામ કેવલાની 2 માર્ચના રોજ રાતના આઠ વાગ્યાની આસાપાસ મ‌િણનગરના જવાહરચોક પાસે ચાલવા નીકળ્યા હતા તે સમયે પલ્સર બાઇક પર ત્રણ યુવકો આવ્યા હતા. રમેશભાઇને સરનામું પૂછવાના બહાને તેમના ગળામાંથી 45 હજાર રૂપિયાની સોનાની ચેઇન ખેંચી ફરાર થઇ ગયા હતા. રમેશભાઇએ બૂમાબૂમ કરતાં લોકોનાં ટોળાં ભેગા થઇ ગયાં હતાં. ચેઇન સ્નેચરો પકડાય તે પહેલાં તેઓ ફરાર થઇ ગયા હતા.
http://sambhaavnews.com/

You might also like