સાયન્સ સિટી રોડ પરની સોસાયટીમાં ચડ્ડી બનિયનધારી ટોળકી ત્રાટકી

અમદાવાદછ શહેરમાં ચોરીના બનાવ દિવસે-દિવસે વધી રહ્યા છે ત્યારે પોશ વિસ્તાર ગણાતા એવા સોલા સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ચડ્ડી-બ‌િનયાન ધારી ગેંગ ત્રાટકી હતી. એકાદ કલાક સુધી આખી સોસાયટીમાં ચોરી કરવા માટે બિનધાસ્ત ફર્યા બાદ આ ગેંગ પરત ફરી હતી. તસ્કરોએ એક મકાનનો દરવાજો તોડવાની કોશિશ કરી હતી, પરંતુ તે નાકામિયાબ રહ્યા હતા.

સોલા સાયન્સ સિટી રોડ ઉપર આવેલી આકાશ એલિગન્સ સોસાયટીમાં રાતે ચડ્ડી-બ‌િનયાન ધારી ટોળકી ચોરી કરવાના ઇરાદે આવી હતી. સોસાયટીનો ગેટ કૂદીને પાંચથી છ તસ્કર સોસાયટીમં ઘૂસ્યા હતા. સોસાયટીમાં બે-બે સિક્યોરિટી ગાર્ડ હોવા છતાં આ ગેંગે બિનધાસ્ત આખી સોસાયટીમાં ચોરી કરવા માટે પ્રયાસ કર્યો હતો.

તસ્કરોએ એક મકાનનું તાળું તોડ્યું હતું અને મુખ્ય દરવાજો ન તૂટતાં તે પરત ફર્યા હતા. છેલ્લા ઘણા સમયથી ચડ્ડી-બ‌િનયાનધારી ટોળકીનો આતંક દેખાઈ રહ્યો છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

તસ્કરોના બદઈરાદા સીસીટીવી કેમેરામાં કેદ થાય છે. આકાશ એ‌િલગન્સના રહીશો સોલા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરવા માટે ગયા હતા, જોકે ચોરી નહીં થતાં પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કરી દીધો હતો. ચોરી થાય તો પોલીસ ફ‌િરયાદ થશે તેવું પોલીસ કર્મચારીઓએ કહેતાં રહીશો તેમના ઘરે પરત આવી ગયા હતા.

You might also like