ઇમર્જન્સીને બદલે પ્લાન કરીને સિઝેરિયન કરવાથી બાળકનું સ્વાસ્થ્ય સુધરે

મોટા ભાગે ડૉક્ટરો પહેલાં નૉમૅલ ડિલિવરી કરાવવાનો જ પ્રયત્ન કરતા હોય છે, પરંતુ ક્યારેક અધવચ્ચે કૉમ્પ્લિકેશન્સ આવતાં અચાનક જ સિઝેરિયન સર્જરી દ્વારા બાળકને બહાર કાઢી લેવું પડે છે. આવી સ્થિતિ ઇમર્જન્સી સિઝેરિયન કહેવાય. કેટલાક અભ્યાસોમાં કહેવાયું છે કે જ્યારે આવી આકસ્મિક સિઝેરિયનની જરૂરિયાત ઊભી થાય ત્યારે એની અસર બાળકના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય પર પણ પડે છે. તાજેતરમાં ચીનના અભ્યાસકર્તાઓએ તારવ્યું છે કે ડિલિવરી દરમ્યાન માતાના શરરીમાં ઊભા થતાં સ્ટ્રેસ હૉર્મોન્સને કારણે બાળકના બ્રેઇન પર વિપરીત અસર પડે છ. નૉર્મલ ડિલિવરી માટે ખૂબ પ્રયત્ન કર્યા પછી સિઝેરિયનથી અવતરેલાં બાળકો કરતાં પહેલેથી આયોજન કરીને સિઝેરિયન કર્યું હોય એવાં બાળકો શાંત અને સ્વસ્થ હોય છે એટલું જ નહીં, તેમનો મેન્ટલ ગ્રોથ પણ સારો થાય છે.

You might also like