રોહિંગ્યા મુસ્લિમ દેશ માટે ખતરનાક, સુપ્રિમમાં કેન્દ્રનું સોગંદનામુ

નવી દિલ્હી: રોહિંગ્યા મુસ્લિમને મ્યાંમાર મોકલવાની યોજના પર કેન્દ્ર સરકારે 16 પાનાનું સોગંદનામું સુપ્રિમ કોર્ટમાં રજૂ કર્યું છે. આ સોગંદનામામાં કેન્દ્રએ જણાવ્યું છે કે કેટલાક રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થિઓ પાકિસ્તાન સ્થિ આતંકી સંગઠનના સંપર્કમાં છે. આમ તેઓ દેશ વિરોધી કામ કરવા લાગ્યા છે. કેન્દ્ર સરકારે સુપ્રિમમાં રજૂ કરેલા સોગંદનામામાં કહ્યું કે જમ્મુ, દિલ્હી, હૈદરાબાદ અને મેવાડમાં સક્રિય રોહિંગ્યા શરણાર્થીયોઓના આતંકી કેનેકશન હોવાની ગુપ્ત જાણકારી મળી છે. કેન્દ્રએ જણાવ્યું છે રોહિંગ્યા શરણાર્થીઓ દેશની સુરક્ષા માટે ખતરા સમાન છે.

જ્યારે રોહિંગ્યા મુસ્લિમો માનવ તસ્કરીમાં પણ સામેલ છે. તેઓ કોઇપણ દસ્તાવેજ વગર એજન્ટની મદદથી મ્યાંમાર સરહદ પાર કરી ભારત આવી ગયા છે અને તેઓએ અહી પાનકાર્ડ અને વોટર આઇડી કાર્ડ પણ ગેરકાયદે બનાવી લીધા છે. રોહિંગ્યા સમુદાય વિરુધ્ધ મ્યાંમારમાં શરૂ કરવામાં આવેલ સૈન્ય કાર્યવાહીના કારણે હજારો મહિલાઓ, બાળકો અને પુરૂષો પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા છે.

You might also like