મણિપુર રાષ્ટ્રીય રાજમાર્ગ ખોલાવવા કેન્દ્રએ વધારાનાં 4 હજાર જવાનો મોકલ્યા

નવી દિલ્હી : ગત્ત કેટલાક દિવસોથી હિંસાની આગમાં સળગી રહેલા મણિપુરમાં પરિસ્થિતી સામાન્ય કરવા માટે કેન્દ્રએ સંપુર્ણ કમર કસી લીધી છે. તેના માટે તેમણે કેન્દ્રીય દળોનાં ચાર હજાર અને જવાનોને ઇમ્ફાલ મોકલ્યા છે. તેના મુદ્દે કેન્દ્ર આ અશાંત રાજ્યમાં તંત્રની મદદ માટે અથ્યાર સુધી 17500 જવાન ગોઠવાઇ ચુક્યા છે.

ગૃહમંત્રાલયનાં એક વરિષ્ઠ અધિકારીનાં અનુસાર અમારી પહેલી પ્રાથમિકતા મણિપુરને નાગાલેન્ડ સામે જોડનારા રાષ્ટ્રીય રાજમાર્ગ-2ને ખોલાવવાનો છે. ઉક્ત અધિકારીએ કહ્યુ કે, પહેલી નવેમ્બરથી ચાલી રહેલા જામના શિકાર એનએચ-37ને ખોલાવી દીધો છે. હવે અમે ટુંકમાં જ એનએચ-2 ખોલાવવા માટેનાં પ્રયાસો કરી રહ્યા છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, યૂનિયન નગા કૌંસિલ (યુએનસી)એ આર્થિક નાકાબંધી હેઠળ 1 નવેમ્બરથી મણિપુરની જીવનરેખા કહેવાતા એનએચ-2ને જામ કરેલો છે. તેમાં રાજધાની ઇમ્ફાલ સહિત અન્ય હિસ્સાઓમાં જીવન જરૂરી સામગ્રીઓની અછત સર્જાઇ છે. યુએનસીની આ કાર્યવાહીની વિરુદ્ધ ઇમ્ફાલ સહિત મણિપુરના અન્ય હિસ્સાનાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને ભારે હિંસા થઇ.

કર્ફ્યું છતા પરિસ્થિતી બેકાબુ થતી જોઇને કેન્દ્રને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. ગૃહમંત્રી રાજનાથસિંહે મણિપુરના મુખ્યમંત્રી ઇબોબી સિંહને આકરી ઝાટકણી કાઢી હતી. શુક્રવારે ગૃહરાજ્યમંત્રી કિરણ રિજિજુએ પણ રાજ્ય સરકારને આકરો સંદેશ પાઠવ્યો છે. કહ્યું કે જામ ખોલાવવામાં રાજ્ય સરકાર અસફળ સાબિત થઇ છે.

You might also like