ગેરવર્તન કરનાર મુસાફર પર હવે લાગી શકે છે આજીવન પ્રતિબંધ

એરપોર્ટ પર બબાલ મચાવનાર યાત્રિઓ પર ઉડ્ડયન મંત્રાલય હવે એક્શન લેવાં જઇ રહી છે. જો હવે કોઇ પ્રવાસી વિમાન કે એરપોર્ટમાં બબાલ મચાવશે તો તેનાં પર બે વર્ષ સુધી હવાઇ યાત્રા પર પ્રતિબંધ લગાવી શકે છે. મંત્રાલયે આનાં માટે પહેલી વારનો ફ્લાઇ લિસ્ટ જાહેર કરી દીધેલ છે. જેમાં ત્રણ સ્તરે આવાં યાત્રાળુઓ પર કાર્યવાહી કરવામાં આવી શકે છે.

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રાજ્યમંત્રી જયંત સિંહાએ જાણકારી આપતાં જણાવ્યું કે આ સિસ્ટમને લાગુ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય યાત્રિઓની સુરક્ષા છે કે જે અમારી પ્રથમ પ્રાથમિકતા છે. એમણે જણાવ્યું કે નો ફ્લાઇ લિસ્ટને ત્રણ સ્તમાં વિભાજિત કરાયેલ છે.

જેમાં પ્રથમ સ્તરમાં મૌખિક રૂપથી અભદ્ર વર્તન કરવાવાળાઓનો સમાવેશ કરાયો છે. જેનાં પર કાર્યવાહી અનુસાર ત્રણ મહિના સુધી પ્રતિબંધ લગાવી શકાશે. બીજાં સ્તરે શારીરિક રીતે ખરાબ વર્તન કરનારનો સમાવેશ કરાયો છે જેનાં પર છ મહિના સુધી પ્રતિબંધ લગાવી શકાશે અને ત્રીજાં સ્તરમાં યાત્રીનાં ખરાબ વર્તન પર તેનાં પર સૌથી કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે અને એમાંય જે મારી નાંખવાની ધમકી આપે, બબાલ કરીને ફ્લાઇટને અડચણરૂપ બનશે તેવાં યાત્રિઓ પર ઓછામાં ઓછો બે વર્ષ અને વધુમાં વધારે વર્ષ સુધી પણ પ્રતિબંધ લગાવી શકાશે.

You might also like