હવે બનાવવું છે લાઇસન્સ તો જોઇશે ફરજિયાત આધારકાર્ડ

ડ્રાઇવિંગ લાઇસન્સ પહેલાં ટ્રાફિક નિયમોનાં ઉલ્લંઘનને લઇ અથવા કોઇ ગુનાખોરી પ્રવૃત્તિને લઇ રદ્દ કરવામાં આવતું હતું. ત્યારે આવાં લોકો બીજી જગ્યાએથી જઇ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી લેતાં.

પરંતુ હવે ડ્રાઇવિંગ લાઇસન્સ લેવાં માટે આપણે પોતાનો આધાર નંબર રજૂ કરવો પડી શકે છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે સરકાર હવે ડ્રાઇવિંગ લાઇસન્સને આધારકાર્ડ સાથે લિંક કરવા જઇ રહી છે. જો હવે તમારા પાસે આધારકાર્ડ નથી તો હવે આપ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી નહીં શકો. સરકારનાં આ નિર્ણય પાછળનો ઉદ્દેશ્ય નકલી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવતા અટકાવવાનો છે. આધારકાર્ડથી લાઇસન્સને જોડવાનો ઉદ્દેશ્ય દરેક વ્યક્તિની બાયોમેટ્રિક માહિતી સરકારી એજન્સી ડ્રાઇવિંગ લાઇસન્સથી જાણી શકશે.

આ કારણોસર જો કોઇ શખ્સ બે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવશે તો એની ચોરી હવે પકડાઇ જશે. રવિશંકર પ્રસાદે કહ્યું કે,”સરકાર હવે ડ્રાઇવિંગ લાઇસન્સને આધાર સાથે લિંક કરવાનો વિચાર કરી રહી છે. મેં આ વિશે નિતિન ગડકરી સાથે પણ વાત કરી છે.”

You might also like