ખેડૂતોનું 660 કરોડ વ્યાજ માફ, ચૂંટણી પહેલાં મોદી સરકારનો મોટો નિર્ણય

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટ દ્વારાટૂંકા ગાળાની ખેતી લોન પર 660.5 કરોડના વ્યાજને માફ કરવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ વ્યાજ માફી ગત વર્ષના નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની છે. સહકારી બેંકો પાસે લોન લેનાર ખેડૂતોને આ જાહેરાતનો ફાયદો થશે. સરકાર સહકારી બેંકના ફાયનાન્સિંગ માટે નેશનલ બેંક ફોર એગ્રિકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલેપમેન્ટ બેંક (નાબાર્ડ) પણ અનુદાન કરશે.

આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય નોટબંદીને કારણે મુશ્કેલી વેઠી રહેલા ખેડૂતોને રવી પાકના ઉત્પાદન માટે સરળ ખેડૂત લોન આપવાનો છે. આ માટે સરકાર નાબાર્ડ દ્વારા સહકારી બેંકોને વધારે પૈસા આપવશે. સાથે જ વ્યાજ માફીનો ફાયદો સહકારી બેંક હાલના નાણાકિય વર્ષમાં પણ ખેડૂતોને આપશે. આ નિર્ણયથી સરકારી ખજાના પર લગભગ 1060 કરોડ રૂપિયાનો બોજો પડશે. ખેડૂતો માટે લોન પર માફી માટે વર્ષ 2016-17માં ફાળવેલા 15 હજાર કરોડ રૂપિયા હાલમાં જ ખર્ચ થઇ ચૂક્યા છે.

http://sambhaavnews.com/

You might also like