સમલૈંગિકતા એ ગુનો કહેવાય કે નહીં, સરકારે આ મુદ્દે SC પર છોડ્યો નિર્ણય

સમલૈંગિકતાને ગુનાનાં દાયરાથી બહાર કરાય કે નહીં તે માટે હવે કેન્દ્ર સરકારે આ નિર્ણય સંપૂર્ણપણે સુપ્રીમ કોર્ટ પર છોડી દીધો છે. બુધવારનાં રોજ આ કેસની સુનાવણી દરમ્યાન કેન્દ્ર સરકારે કલમ 377 પર કોઇ સ્ટેન્ડ લીધું નથી અને કહ્યું કે કોર્ટ જ નક્કી કરે કે 377ની અંતર્ગત સહમતિથી પુખ્ત સમલૈંગિક સંબંધ બનાવવો એ ગુનો છે કે નહીં.

એડિશન સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકારની તરફથી કહ્યું કે, અમે 377ને માન્યતાનાં મામલે સુપ્રીમ કોર્ટ પર છોડીએ છીએ પરંતુ જો સુનાવણીનો દાયરો વધે છે તો સરકાર એફિડેવિટ આપશે. ભારતીય દંડ સંહિતા IPCની કલમ 377 સંવૈધાનિક માન્યતાને પડકારનાર અરજીઓ પર ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ આરએફ નરીમન, જસ્ટિસ એ.એમ.ખાનવિલકર, જસ્ટિસ ડી.વાઇ.ચંદ્રચુડ અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાની પાંચ જજોની બેન્ચ સુનાવણી કરી રહી છે.

બુધવારનાં રોજ પણ આ જ મામલા પર સુનાવણી થઈ હતી. કોર્ટે કહ્યું કે, જો બે પુખ્ત વ્યકિતઓની વચ્ચે પરસ્પર સહમતિથી સંબંધ બને છે તો તેને ગુનો ગણી શકાય નહીં.

આ પહેલાં દેશની સુપ્રીમ કોર્ટે સોમવારનાં રોજ આ મામલે સુનાવણી કરવામાં પણ મોડું કરવામાં ના કહી દીધું હતું. કેન્દ્ર સરકાર એવું ઇચ્છે છે કે આ મામલાની સુનાવણી ઓછામાં ઓછા ચાર સપ્તાહ બાદ થાય પરંતુ સુપ્રિમ કોર્ટ આ મામલે સહમત ના થઇ.

અરજીકર્તાઓનાં વકીલ જાન્યા કોઠારીએ કોર્ટને જણાવ્યું હતું કે કેવી રીતે કલમ 377 એ ટ્રાન્સજેન્ડરોનાં જીવનને પ્રભાવિત કરી રહેલ છે. જો કે હાલમાં આનું અધ્યયન કરવાનું બાકી છે. બીજી બાજુ આનંદ ગ્રોવરે અરજીકર્તાઓ તરફથી આ મુદ્દાને આગળ વધારતા કહ્યું કે આ કેસ નૈતિકતાની પરિભાષાને બદલવા માટે છે.

કલમ 377 સેક્સ્યુઅલ અલ્પસંખ્યકોનાં સામાજિક, રાજનૈતિક અથવા કોઇ અન્ય એસોસિએશનનાં ગઠનનાં અધિકારનું હનન કરે છે. વર્તમાન કાયદો તેઓની જિંદગીને પરેશાન કરે છે અને તેઓ પોતાની માન્યતા ઇચ્છે છે. દેશમાં નૈતિક, સામાજિક અને રાજનૈતિક નાગરિકતા ઇચ્છે છે.

You might also like