હું મુખ્યમંત્રી પદની રેસમાં નથી, CM તો રૂપાણી જ રહેશેઃ મનસુખ માંડવિયા

વડોદરાઃ શહેરમાં કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન મુદ્દે નિવેદન આપ્યું છે. જ્યાં મનસુખ માંડવીયાએ કહ્યું કે, હું મુખ્યમંત્રીની રેસમાં નથી. હું મુખ્યમંત્રીની રેસમાં છું તે એક માત્ર અફવા છે અને રાજયમાં ને તૃત્વ પરિવર્તન થવાનું નથી. વિજય રૂપાણી જ 5 વર્ષ માટે મુખ્યમંત્રી રહેશે.

હું કેન્દ્રીયમંત્રી તરીકે ખુશ છું. બીજી તરફ પેટ્રોલ ડીઝલનાં ભાવ અંગે એમ પણ કહ્યું કે, પેટ્રોલ ડીઝલનાં વધતા ભાવ અંગે સરકાર ચિંતિત છે. પેટ્રોલ ડીઝલનાં ભાવ આંતરરાષ્ટ્રીય બજાર પર નક્કી થતાં હોય છે. આવનાર દિવસોમાં તેનાં પર જરૂરથી નિયંત્રણ આવી જશે.

ઉલ્લેખનીય છે કે, જળસંચય અભિયાનની પૂર્ણાહૂતિમાં માંડવિયાએ નિવેદન આપ્યું હતું. સિંધુ સાગર તળાવમાં જળસંચય અભિયાનની પૂર્ણાહૂતિ કરાઈ હતી. મહત્વનું છે કે સુજલામ સુફલામ જળસંચય અભિયાનની પૂર્ણાહુતિ આજે સવારે વડોદરાનાં સિંધુસાગર તળાવ ખાતે કરવામાં આવી હતી.

ત્યાં આ પ્રસંગે કેન્દ્રનાં રોડ, ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇ-વે, શિપીંગ, કેમિકલ-ફર્ટિલાઇઝર્સ વિભાગનાં રાજ્યકક્ષાનાં મંત્રી મનસુખ માંડવિયાનાં હસ્તે નર્મદા જળ કળશનું પૂજન કરાયું હતું.

જ્યાં તેઓએ મુખ્યમંત્રી પદને લઇને નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, હું મુખ્યંત્રીની રેસમાં નથી. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જ રહેશે. મુખ્યમંત્રી અંગેની જે-જે અફવાઓ ચાલી રહી છે તે ખોટી છે.

You might also like