સેન્ટ્રલ અાઈબીના વડા ધોરડો પહોંચ્યાઃ અાજે ફાઈનલ રિહર્સલ

અમદાવાદ: ગુજરાત રાજ્યના સફેદ રણ એવા કચ્છના ધોરડો ખાતે અાવતી કાલથી નેશનલ ડી.જી.પી. મીટનો પ્રારંભ થશે. અા મીટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના હોઈ કચ્છનું સફેદ રણ અાર્મી અને પોલીસની છાવણીમાં ફેરવાયું છે. અા મીટમાં ભાગ લેવા ૨૫થી વધુ રાજ્યના પોલીસવડા કચ્છ ખાતે પહોંચી ગયા છે. ડીજી મીટમાં સુરક્ષાને ધ્યાનમાં લઈને સેન્ટ્રલ અાઈબીના વડા દિનેશ્વર શર્મા પણ કચ્છ પહોંચી ગયા છે અને અાજે તેઅો ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઅો સાથે ચર્ચા કરી સુરક્ષા અંગે ફાઈનલ ‌િરહર્સલ કરશે.

ગુજરાતના અાંગણે પ્રથમ વાર યોજાનારી નેશનલ ડીજીપી મીટની તૈયારીઅોને અાખરી અોપ અાપી દેવાયો છે. મીટમાં ભાગ લેવા દેશના તમામ રાજ્યના ડીજીપી કચ્છ ખાતે અાવવા રવાના થઈ ગયા છે અને ૨૫થી વધુ રાજ્યના ડીજીપી કચ્છ ખાતે પહોંચી ગયા છે. તેમની પત્નીઅોને પણ કાર દ્વારા ધોરડો ખાતે લાવવાની વ્યવસ્થા કરાઈ છે. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દિપન ભદ્રન, ગુજરાત એટીએસ વડા હિમાંશુ શુક્લ, સ્ટેટ અાઈબીના વડા પ્રમોદકુમાર, ડી.જીપી. પી.સી. ઠાકુર, જેસીપી મનોજ શશીધરન, અેડીડીજીપી પી.પી. પાંડે સહિતના અધિકારીઅો અાજે ધોરડોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી સેન્ટ્રલ અાઈ.બી.ના વડા દિનેશ્વર શર્મા સાથે મળી ફાઈનલ ‌િરહર્સલ કરશે. ભૂજથી ટેન્ટ કમિટી ધોરડો સુધી સુરક્ષા માટે ૧૫૦૦ પોલીસકર્મીઅો ઉપરાંત એસઅારપી, બીએસઅેફ, અાર્મી અને નેવીની ટીમોને તહેનાત કરાઈ છે.

You might also like