માર્ચ 2018 સુધી 2.80 લાખ નવી નોકરીઓ આપશે મોદી સરકાર!

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પોતાના બજેટમાં આશરે 2.80 લાખ કર્મચારીઓના પુન:સ્થાપિત માટેનું બડેટ પૂરું પાડ્યું છે. 2.80 લાખ નવી ભરતીઓમાં 1.80 લાખ ભરતીઓ પોલીસ, ઇન્કમ ટેક્સ, સીમા અને ઉત્પાદન ફી વિભાગો માટે હશે.

નોટબંધી બાદ કાળાનાણાં પર પ્રહારો કરનારી એજન્સી, ઇન્કમ ટેક્સ વિભાગમાં રહેલા 46,000 કર્મચારીઓની સંખ્યા 2018 સુધી વધીને 80,000 થઇ જશે. એવી જ રીતે કસ્ટમ અને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટને પણ 41,000 વધારે મેનપાવર આપવામાં આવશે. કસ્ટમમાં અત્યારે 50,600 અને એક્સાઇઝ સ્ટાફ 91,700 છે.

સરકારની નજરમાં કાયદો લાગૂ કરનારી એજન્સીઓને મજબૂતી કરવાની પ્રાથમિક્તા છે, કારણ કે પોલીસ દળોનો વિસ્તાર કરીને એમની હાલની સંખ્યામાં 10.07 લાખથી વધારીને માર્ચ 2018 સુધી 11.13 લાખ તકવા માટે બજેટમાં ફાળવણી થઇ ગઇ છે.

આ બજેટની સમીક્ષાથી જાણવા મળે છે કે રેલ્વેમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. આ ઉપરાંત અંતરીક્ષ, પરમાણુ ઊર્જા, મંત્રીમંડળ સચિવાલય જેવા વિભાગોની સાથે સાથે વિદેશ મંત્રાલયોમાં પણ સ્ટાફમાં વધારો કરવાનો લક્ષ્ય છે.

સરકારે 2016માં પોતાના મેનપાવરમાં 1.88 લાખ સ્ટાફનો વધારો કરવા માટે કહ્યું હતું, પરંતુ સૂચના ટેકનીક વિભાગ અને સીમા અને ઉત્પાદન ફી વિભાગમાં નવી ભરતીઓ કરવામાં એ અસફળ રહ્યા. એનાથી 2015ની સરખામણીમાં હવે 21000 સ્ટાફની અછત આવી ગઇ છે. એની સાથે જ મંત્રાલયમાં 2016ના 3,294 સ્ટાફની સરખામણીમાં માર્ચ 2018માં 11,403 કર્મચારી થઇ જશે.

home

You might also like